અંબાજી વિશ્વનું એકમાત્ર એવું શક્તિપીઠ છે કે, જ્યાં આરતી વખતે વચ્ચે વિરામ લેવાય છે અને આંખે પાટા બાંધીને પુજારી કરે છે…

235
Published on: 9:37 am, Thu, 21 October 21

મોટાભાગના લોકોને જાણ હશે જ કે, પૂજામાં પણ માતાજીને કેશરનો લેપની સાથોસાથ કુમકુમની બિંદી કરવામાં આવતી હોય છે. આદ્યશક્તિ અંબા માતા અખંડ સૌભાગ્યનું પ્રતીક છે ત્યારે જો કે, બદલાતા જતા હાલના સમયમાં હવે હળદર તથા ચૂનામિશ્રિત કુમકુમ શ્રદ્ધાળુઓ વાપરી રહ્યા છે.

51 શક્તિપીઠ પૈકી ગુજરાતના અંબાજી મંદિરની પરંપરા મુજબ નીજમંદિરમાં માતાજીની સવારી સ્વરૂપ વાઘ પર શ્રદ્ધાળુઓ કુમકુમ ચડાવીને પોતાના નીજગૃહે લઇ જતા હોય છે. જેમાં સાક્ષાત માતાજીનાં દર્શન તથા પ્રસાદની શ્રદ્ધા સમાયેલ છે. આની માટે જ માતાજીની પૂજામાં શુદ્ધ કેશર (કુમકુમ) દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે. ફક્ત આટલું જ નહીં પણ આ પૂજા વિધિમાં એટલા માટે જ કુમકુમનું વિશેષ મહત્વ રહેલું છે.

પૂજાનું રહસ્ય: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ જ નથી, અહીં પૂજાય છે વીસાયંત્ર:
ભારતમાં એકમાત્ર અંબાજી એકમાત્ર એવું સ્થળ છે કે, જ્યાં શક્તિપીઠના આંગણમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય છે.  આ યંત્રની બિલકુલ પાસેથી ગંગાજળથી અભિષેકની સાથોસાથ શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા રહેલી છે. મા અંબાના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે, મૂળ સ્થાનકમાં માતાજીની મૂર્તિ જ નથી. અહીં વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર માન્યતા પ્રમાણે શ્રીયંત્ર છે કે, જે ઉજ્જૈન તથા નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલ છે. યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ રહેલું છે.

આ યંત્ર શુદ્ધ સોનાનું છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરતા હોય છે. ગોખમાં એવી રીતે વસ્ત્રાલંકારો અને આભૂષણોનો શણગાર કરવામાં આવે છે કે, દર્શન કરનારને સવાર, બપોર તથા સાંજે માતાજી જાણે વાઘ પર બેઠાં હોય.

વિશ્વનું એક એવું શક્તિપીઠ છે, જ્યાં આરતીમાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે:
અંબાજી વિશ્વનું એકમાત્ર એવું શક્તિપીઠ છે કે, જ્યાં સવાર-સાંજની આરતીમાં વચ્ચે 1 મિનિટનો વિરામ લેવામાં આવે છે. જય આદ્યશક્તિ… મા જય આદ્યશક્તિ… આ આરતી આગળ વધે તેમજ તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા… પંક્તિ બાદ અચાનક આરતી અટકી જાય છે.

બાદમાં એક મિનિટ પછી ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા…પંક્તિથી આરતી પુન: શરૂ થઈ જતી હોય છે. આ વિરામ વખતે પૂજારી પોતાની આંખે પાટા બાંધીને પ્રજ્વલીત આરતી દ્વારા મા અંબાના વીસાયંત્રની વિશેષ પૂજા કરતા હોય છે. આમ, આ રહસ્ય છુપાયેલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…