
હાલમાં અમે આપના બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી જાણકારી લઈને આવ્યા છીએ. આપ સૌ જાણતા જ હશો કે, દુધમાં કેલ્શિયમ, વિટામીન તથા કેટલાક પોષક તત્વો હોય છે કે, આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ ઉપયોગી બનતા હોય છે. જેથી દિવસમાં એકવાર તો દૂધ પીવું જ જોઈએ.
દિવસ દરમિયાન જો તમે સવારમાં દૂધ પીવો તો તમારા શરીરને સંપૂર્ણ દિવસ દરમિયાન જોઈતી એનર્જી મળી રહે છે. આની સાથે જ જો તમે બદામ ખાવ તો તે પણ ખુબ આરોગ્ય દાયક છે. આની સાથે જ ખજૂર પણ તમારા શરીરને તંદુરસ્ત રાખે છે. જયારે બદામ અને ખજૂર ભેળવીને એનું સેવન કરવામાં આવે તમને ઘણો ફાયદો થશે. જેના અંગે આજે આ લેખમાં અમે આપને જણાવીશું.
બાળકના યોગ્ય વિકાસ, મગજને તેજ કરવા તેમજ કેટલાક પ્રકારના લાભ માટે પોષક તત્વોથી ભરપુર વસ્તુઓથી બેબી ફૂડ બનાવવામાં આવે છે. ખજૂર ખુબ જ હેલ્દી હોય છે જેથી ખજૂરથી પણ કેટલાક બેબી ફૂડ બનાવવામાં આવે છે. જો તમારા બાળકને મજબુત આહાર આપવાનું શરૂ કરવું હોય તો તેને તમે અહીં બતાવેલ ખજૂર બેબી ફૂડ બનાવીને આપી શકો છો.
કેવી રીતે બનાવવું ખજૂર બેબી ફૂડ?
આ રેસિપી માટે 4 ખજૂર, અડધો કપ પાણી, 3 બદામ તથા 2 ચમચી બ્રાઉન રાઈસની જરૂર પડશે. તેને બનાવવાની રીતમાં સૌપ્રથમ તો ખજૂરમાંથી તેના ઠળિયા કાઢીને એને પાણીમાં પલાળીને 6 કલાક એમ જ પલાળી રાખો. બદામને ધોઈ સાફ પાણીમાં આખી રાત અથવા તો 6 કલાક સુધી પલાળીને રાખવી.
ત્યારપછી બ્રાઉન રાઈસને પણ આખી રાત પલાળીને રાખવાના છે. હવે બદામની છાલ કાઢીને તેને પીસી નાખવાની રહેશે. આ મિશ્રણમાં ખજૂરને પાણીની સાથે નાખીને બદામ નાખ્યા બાદ બ્રાઉન રાઈસ નાંખીને તેને સારી રીતે પીસીને એક વાસણમાં ગરમ કરવું.
આ વાસણમાં મિશ્રણ નાખીને તેને ધીમા તાપે 5 થી 6 મિનીટ સુધી ચડવા દઈને થોડું જાડું થઈ ગયા બાદ ગેસ બંધ કરીને પછી બાળકને આપવું જોઈએ.
બાળકને ખજૂરથી થતા ફાયદાઓ :
ખજૂરમાં રહેલ પોટેશિયમ બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. જેનાથી બાળકના કોગ્નિટિવ વિકાસને પણ વધારી શકાય છે. બાળકોમાં લોહીની કમી અથવા તો હિમોગ્લોબીન લેવલથી બચાવવામાં પણ મદદ કરે છે. ખજૂરમાં ઉચ્ચ માત્રા આર્યન હોય છે કે, જેથી બાળકનું શરીરના લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબીન કાઉન્ટમાં વધારો કરવામાં મદદ મળે છે.
જેનાથી બાળકના વાળનો પણ ગ્રોથ વધે છે તેમજ સ્કીનને પણ પોષણ મળી રહે છે. બાળકોમાં કબજિયાત થવું એક સામાન્ય સમસ્યા છે કે, જેને ખજૂર દુર કરે છે. ખજૂરમાં પ્રચુર માત્રામાં ડાયટરી ફાઈબર રહેલ હોય છે કે, જે કબજિયાતની ફરિયાદને દુર કરે છે.
બાળકને બદામથી થતા ફાયદાઓ:
બદામથી બાળકનું મગજ તેજ થાય છે તેમજ બદામ એન્ટીઓક્સીડેંટની જેમ કાર્ય કરે છે તથા તેની એલ્કલાઈન પ્રકૃતિ શરીરને વિષાક્ત પદાર્થોથી છુટકારો આપે છે તથા બાળકની ઇમ્યુનિટીમાં વધારો કરે છે. બદામથી શરીરને ફોસ્ફરસ પણ મળી રહે છે કે, જેનાથી બાળકના હાડકાઓ તેમજ દાંત સ્વસ્થ રહે છે.