વૈજ્ઞાનિક પદ્ધતિથી કુંવારપાઠાની ખેતી કરીને ખેડૂતો કરી શકે છે ત્રણ ગણી કમાણી – જાણો A TO Z માહિતી

194
Published on: 4:54 pm, Sat, 28 May 22

ખેડૂતો ભારતમાં હવે ધીરે ધીરે દરેક પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા લાગ્યા છે અને ખુબ સારી આવક પણ મેળવવા લાગ્યા છે કારણકે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં આબોહવા અને વાતાવરણ ઘણીવાર બદલાઈ જાય છે જેથી કરીને ભૂતકાળમાં પણ ઘણા બધા ખેડૂતોએ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. ત્યારે લોકો હવે ધીરે ધીરે ઘણા બધા અલગ અલગ પ્રકારના પાકોની ખેતી કરવા લાગ્યા છે.

કુંવારપાઠાનું વૈજ્ઞાનિક નામ “એલો બાર્બેડેનસીસ મિલર” છે જે લીલીએસી કુળનું છે. કુંવારપાઠું એ એક બરછટ દેખાતો, બારમાસી, છીછરા મૂળવાળો છોડ છે, જેમાં ટૂંકી દાંડી સાથે ૩૦-૬૦ સે.મી.ની ઉંચાઈ જોવા મળે છે. છોડમાં બહુવિધ મૂળ હોય છે અને ઘણા સહાયક મૂળ જમીનમાં પણ હોય છે.

કુંવારપાઠામાં સાચું થડ હોતું નથી. છોડ સામાન્ય રીતે છુટીછવાઈ રીતે અને જમીનથી અડકેલો રહીને ધીમી વૃદ્ધિ પામે છે. કુંવારપાઠાનાં માંસલ પાંદડા ગીચ, મજબૂત, ક્યુટીક્યુલરાઈઝ્ડ અને પાતળી દિવાલવાળા નળાકાર કોષો સાથે કાંટાળી ધાર ધરાવે છે. તેના ફૂલો પીળા રંગથી લઈને ઘાટા નારંગી રંગ સુધી બદલાય છે અને ટોચ પર ગોઠવાયેલા હોય છે.

લાંબા સમયથી ઔષધીય બનાવટોમાં અને સુગંધિત દવા-દારૂના સ્ત્રોત તરીકે કુંવારપાઠું ઉપયોગમાં લેવાય છે. કુંવારપાઠાની કુલ ૨૭૫ પ્રજાતિઓમાંથી એલો બાર્બેડેન્સિસ, એલો ફેરોક્સ, એલો આફ્રિકાના અને એલો સ્પિકાટા પ્રજાતિઓને વ્યાપારિક રીતે મહત્વની ગણવામાં આવે છે.

હાલ માજ અત્યારે ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા 2 એકર જમીનમાં કુંવારપાઠાની ખેતી કરવામાં આવી છે. અહીં 2 એકર જમીનમાં 5 કેરડાંમાં 10 હજાર છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ દરેક છોડવાઓને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમજ છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.કુંવારપાઠાની ખેતી દ્વારા ખેતીમાં વધું આવક મેળવી શકાય છે.

આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવતા એલોવેરાને એલોવેરા પણ કહેવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ અને હર્બલ કોસ્મેટિક્સના ઉત્પાદનમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ દિવસોમાં બજારમાં એલોવેરાની વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેની ખેતી કરતા ખેડૂતો સારો નફો કમાઈ શકે છે. તેના છોડ 60 થી 100 સેન્ટિમીટર સુધીના હોય છે. તેના પાંદડા લીલા રંગના હોય છે અને તેના પર સફેદ ફોલ્લીઓ હોય છે.

ભારતમાં કુંવારપાઠાની ૨ અથવા ૩ સરળતાથી ઓળખી શકાય તેવી જાતો જોવા મળે છે, પરંતુ તેમની ચોક્કસ સીમાઓ સ્પષ્ટ નથી. દક્ષિણ ભારતમાં સમગ્ર પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વચ્ચે એલો વેરા વેર. ચાઈનેંસિસ બકેર, સામાન્ય છે. તેના પાંદડાઓનો રંગ જાંબુડિયા હોય છે અને તે તીક્ષ્ણ હોતા નથી.

કુંવારપાઠુંની ખેતીમાં ઓછી મહેનતથી વધું આવક મેળવી શકાય છે તથા કુંવરપાઠાના છોડને કોઈપણ સિઝનમાં વાવી શકાય છે તેમજ એકવાર તેના પાંદડા કટિંગ કરવાનું ચાલુ કર્યા પછી પાંચ વર્ષથી વધુ સમય સુધી ઉત્પાદન મળે છે. કુંવરપાઠાના પાંદડાની કિંમત પ્રતિ કિલો 4 થી 8 રૂપિયા હોય છે, તેમજ તેનાં પલ્પ 20 થી 30 હજાર રૂપિયે વેચાતા હોય છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…