ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ધમધમી રહ્યો હતો દેહવ્યાપારનો ધંધો – પોલીસે 6 સગીરોને બચાવી, 73ની કરી ધરપકડ

250
Published on: 12:30 pm, Wed, 27 July 22

ગુનાખોરીની સાથે-સાથે સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારની ઘટનાઓ પણ ખુબ જ વધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય કુટણખાના ઝડપી પાડ્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા મુખ્યમથક તુરાની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરાડા પાડ્યા હતા. પોલીસે 6 સગીરોને છોડાવી હતી અને ત્યાં કથિત રીતે ચાલતા ‘વેશ્યાલય’માંથી 73 લોકોની ધરપકડ કરી. આ ધરપકડ કરાયેલા લોકોમાંથી એક સગીર હોવાનું કહેવાય છે.

પોલીસનું કહેવું છે કે જે ફાર્મ હાઉસમાં આ વેશ્યાલય ચાલતું હતું તેનો માલિક બર્નાર્ડ એન મારાક ઉર્ફે રિમ્પુ છે. હાલમાં, બર્નાર્ડ એન મારક મેઘાલય રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ છે અને ગારો હિલ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય પણ છે. વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહ રાઠોડે આ ઘટના જણાવ્યું હતું કે, “અમને રિમ્પુ બાગાન નામના ફાર્મ હાઉસમાં ‘વેશ્યાલય’ ચલાવવાની ઘણી ફરિયાદો મળી હતી. શુક્રવારે ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે શનિવાર સાંજ સુધી ચાલી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, “જે ફાર્મ હાઉસમાં આ ‘વેશ્યાલય’ ચાલતું હતું તેનો માલિક બર્નાર્ડ એન. મારક ઉર્ફે રિમ્પુ છે. તે આ ‘વેશ્યાલય’ ચલાવતો હતો. અમને ત્યાંથી મળેલા રજિસ્ટર મુજબ, આ ‘વેશ્યાલય’ વર્ષ 2020થી ચાલી રહ્યું હતું. કારણ કે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું, તેથી ત્યાં કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો ન હતો.”

આ સમગ્ર ઘટનામાં કેસની નોંધણી સંબંધિત પ્રશ્નના જવાબમાં પોલીસ અધિક્ષક રાઠોડે જણાવ્યું હતું કે, “અમે ફાર્મ હાઉસમાંથી છ સગીર – ચાર છોકરાઓ અને બે છોકરીઓને બચાવ્યા છે. શરૂઆતમાં આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ એટલે કે, પોક્સો લાગુ કર્યો હતો. ગયા ફેબ્રુઆરીમાં આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો હતો.”

“કારણ કે ત્યાંના એક રૂમમાં એક બાળકીનું યૌન શોષણ થયું હતું. છોકરીએ કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધ્યું છે. આ દરાડાની કાર્યવાહી તે જ આધારે શરૂ કરવામાં આવી હતી પરંતુ બાદમાં ત્યાંથી જે મળ્યું તેના આધારે પોલીસે પણ નોંધ કરી છે. અનૈતિક ટ્રાફિક એક્ટ, 1956 હેઠળ નવો કેસ (નં. 105(07) 2022) નોધવામાં આવ્યો છે.”

પોલીસના જણાવ્યા અનુસાર, ફાર્મ હાઉસમાંથી જે સગીરોને બચાવી લેવામાં આવ્યા હતા તેઓ ગંદા કેબિન જેવા અસ્વચ્છ રૂમમાં બંધ હતા. આ દરાડામાં પોલીસે 27 વાહનો, 30 હજાર રોકડ, બિનઉપયોગી ગર્ભનિરોધકના 500 પેકેટ અને 400 દારૂની બોટલો જપ્ત કરી છે. હાલ તમામ બાળકોને સલામત કસ્ટડીમાં અને કાયદા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને સોંપવામાં આવ્યા છે. દરાડા દરમિયાન પોલીસને ઘણા યુવક-યુવતીઓ કપડા વગર અને દારૂ પીતા મળી આવ્યા હતા.

જે ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા છે તે ત્રણ માળની ઇમારત છે જેમાં લગભગ 30 રૂમ છે. આ દરમિયાન પોલીસે ફાર્મ હાઉસના મેનેજર, કેર ટેકર અને ત્રણ કર્મચારીઓની પણ ધરપકડ કરી છે. હાલમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપના નેતા બર્નાર્ડ એન મારક ફરાર છે. પોલીસે મારકને તપાસમાં સહકાર આપવા અને શિલોંગ સદર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું છે. બીજેપી નેતા મારકે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના કહેવા પર તેમના ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ભાજપના નેતાએ કહ્યું કે, મુખ્ય પ્રધાન સંગમા તેમની છબી ખરાબ કરવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે. કારણ કે મુખ્યમંત્રી હતાશ થઈ રહ્યા છે. તેઓ જાણે છે કે તેઓ દક્ષિણ તુરા બેઠક ભાજપથી હારી રહ્યા છે. “હું શહેરમાં ન હતો ત્યારે મારા ફાર્મહાઉસ પર દરાડા પાડવા માટે તેઓએ પોલીસનો ઉપયોગ કર્યો હતો. આ કંઈ પણ રાજકીય બદલો નથી,”

રાજકારણમાં જોડાતા પહેલા:
તેણે પોતાના ફાર્મ હાઉસમાં કોઈપણ પ્રકારનું ‘વેશ્યાલય’ ચલાવવાના આરોપોને નકારી કાઢ્યા છે. આ કથિત ‘વેશ્યાલય’ ચલાવનાર મારક રાજકારણમાં જોડાતા પહેલા મેઘાલયમાં એક ઉગ્રવાદી સંગઠનનો નેતા હતો. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, બર્નાર્ડ એન મારક ઉર્ફે રિમ્પુ અચીક રાષ્ટ્રીય સ્વૈચ્છિક પરિષદ ઉગ્રવાદી સંગઠનનો સ્વ-નિયુક્ત પ્રમુખ હતો જેની સામે 25 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

હાલમાં, આ ઉગ્રવાદી સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું છે. મેઘાલય ભાજપે આ ઘટના અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. આ ઘટનામાં મેઘાલય બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષની સંડોવણી અંગે ભાજપના ઘણા ટોચના નેતાઓનો ફોન પર સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. BJP એલાયન્સ મેઘાલયમાં કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સરકારમાં ભાગીદાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…