અમદાવાદમાં ફરી એક વખત મહેકી માનવતા: બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર અમદાવાદીના શ્વાસ 3 કલાકમાં 950 કિમીનું અંતર કાપી દિલ્હી પહોચ્યા

523
Published on: 1:37 pm, Thu, 23 December 21

અંગદાનએ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વાર વાચ્યું કે સાંભળ્યું હશે. હાલમાં અંગદાનનાં મહત્વમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અવાર-નવાર અંગદાનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અંગદાનએ (Organ donation) એક મહાનદાન ગણવામાં આવે છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્ય લોકોના અંધકારમય જીવનને મદદરૂપ કરીને તેમને નવજીવન અર્પે છે. અંગદાનને લીધે કેટલાંક લોકોને નવજીવન મળતું હોય છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદના 44 વર્ષીય દર્દીના પરિવાજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં બ્રેઇનડેડ (Braindead) જાહેર થયેલ વ્યક્તિના ફેફસાં માત્ર ૩ જ કલાકની અંદર 950 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચાડવામાં આવ્યા છે. ડોક્ટરોએ 9 કલાકની જહેમત બાદ દિલ્હીના 54 વર્ષીય વ્યક્તિમાં ફેફસાંનું સફળ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં આ બીજી વખત ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, ગયા વર્ષની શરૂઆતમાં પ્રથમ વખત એક કોરોના દર્દીના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ (Lung transplant) કરવામાં આવ્યું હતું.

3 જ કલાકમાં 950 કિમીનું અંતર કાપી ફેફસાં દિલ્હી પહોચ્યા
ગઈકાલના રોજ ફક્ત 3 કલાકની અંદર 950 કિમીનું અંતર કાપીને ફેફસાને અમદાવાદથી દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ફેફસા ટ્રાન્સફર દરમ્યાન બંને રાજ્યોમાં પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને આમાં મદદ કરી. ગયા વર્ષ સુધી ઉત્તર ભારતમાં ક્યારેય ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થયું ન હતું. અત્યાર સુધી મેક્સ દિલ્હી AIIMS અને ગંગારામ હોસ્પિટલમાં પરવાનગી મળી છે, પરંતુ મેક્સ હોસ્પિટલે ગયા વર્ષે કોવિડ-19 થી સંક્રમિત દર્દી પર પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તે દરમિયાન ફેફસાને મુંબઈથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ડોકટરોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 44 વર્ષીય દર્દીનું બ્રેઈન ડેડ થયું હતું, જેના સંબંધીઓએ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 54 વર્ષીય દર્દી મેક્સ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યો હતો, તેથી દર્દીને જાણ કરવામાં આવી અને તેને તરત જ ઉત્તર પ્રદેશથી દિલ્હી બોલાવવામાં આવ્યો. ડોક્ટરોએ 9 કલાકની જહેમત બાદ મેરેથોન સર્જરી બાદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું. મોડી રાત્રે દર્દીને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ આગામી બે-ત્રણ દિવસ પછી જાણી શકાશે. 

વરિષ્ઠ ડૉક્ટર રાહુલ ચંડોલાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, મેરઠના રહેવાસી 54 વર્ષીય દર્દી સીઓપીડીથી પીડિત હતા.આ કારણે તેમના ફેફસા લગભગ ખલાસ થઈ ગયા હતા અને તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી, પરંતુ દેશમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા માત્ર બે-ચાર જ છે. તેથી આ દર્દીઓ માટે તકો ઘણી ઓછી છે. અમદાવાદમાં ઓર્ગન ડોનેશનની માહિતી મળ્યા બાદ તેમની ટીમ સક્રિય બની હતી અને દર્દીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 15 ડોક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફે મળીને ઓપરેશનમાં મદદ કરી અને નવ કલાક પછી સર્જરી પૂરી થઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…