સારંગપુર મહંતસ્વામીના દર્શને જતી પટેલ બહેનોને નડ્યો ગંભીર અક્સ્માત- ચારના દુઃખદ મોત ‘ઓમ શાંતિ’

1705
Published on: 11:45 am, Tue, 14 September 21

સમગ્ર રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતમાં લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ એક ઘટના આજે વહેલી સવારમાં અમદાવાદ જિલ્લામાં આવેલ ધંધૂકા-બગોદરા રોડ પરનાં હરિપુરા પાટિયા પાસે બની હતી. અકસ્માત ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી 4 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ઇકો કાર પૂરઝડપે જતી રહી હતી ત્યારે આગળ ઊભેલી ટ્રકના પાછળના ભાગ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાંની સાથે જ ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના સ્ટાફે મહામહેનતે કારમાં ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. ધંધૂકા પોલીસ દ્વારા પરિવારને જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં પાયલબેન જીગ્નેશભાઈ પટેલ, શિલ્પાબેન દિનેશભાઇ પટેલ, ચેતનાબેન રાજેશભાઈ મોદી, ભાવનાબેન બીપીનભાઈ ગજ્જરનું કંકાટભર્યું મોત થયું હતું.

માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃત પામેલ મહિલા ભક્તો સારંગપુર બિરાજમાન BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં ગુરુ મહંત સ્વામીનાં દર્શનાર્થે જઈ રહ્યા હોવનું જાણવા મળી રહ્યું છે તેમજ વચ્ચે જ માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં એકસાથે 4 બહેનો ધામમાં ગયા છે. જયારે 2 બહેનોની હાલત ખુબ ગંભીર છે .

જેઓ ધામમાં ગયા તેમના પરીવારને આ દુઃખ સહન કરવાનું બળ મળે તેમજ અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું સુખ મળે એવી પરિવારજનો પ્રાથના કરી રહ્યા છે. આની સાથે-સાથે જેઓ દાખલ છે તે સર્વેનું સ્વાસ્થ્ય ખુબ જલ્દી સારું થઈ જાય તે માટે ધૂન કરી રહ્યા છે.

ઘાટલોડિયા મહિલા મંડળની બહેનો સારંગપુર સ્વામીબાપાના દર્શન માટે જઈ રહ્યા હતા રાત્રે તેમની ગાડીનો અકસ્માત સર્જાતા 4 મહિલાઓ મહારાજ સ્વામીના સાનિધ્યમાં અક્ષરધામમાં બેસી ગયા છે. મંડળનાં નિરીક્ષક ચેતના બેન રાજેશ ભાઈ મોદી,  ગોષ્ઠિ કાર્યકર પાયલ બેન જીજ્ઞેશ ભાઈ પટેલ અને ભાવના બેન બિપીનભાઈ ગજ્જર, નિરીક્ષક શિલ્પા બેન દિનેશ ભાઈ પટેલનો આ 4 મહિલાઓમાં સ્માંવેર્ષ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…