અમદાવાદ: મોંઘી કાર લઇને મંદિરમાં કરતા હતા ચોરી, રીત જાણીને પોલીસ પણ ગોટે ચડી 

186
Published on: 3:51 pm, Thu, 16 September 21

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ(crime branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત(Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra), રાજસ્થાન (Rajasthan)અને ગોવામાં મંદિરમાં ચોરીનો(Theft) ભેદ ઉકેલવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, ક્રાઇમ બ્રાન્ચે સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ અને જગદીશ કુમાવત નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી સુરેશ સોની અમદાવાદના(Ahmedabad) મણિનગર વિસ્તારમાં રહે છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કુમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણેય આરોપીઓ આઇ 20 કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જઈ રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આઇ 20 કાર સાથે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ત્રણેય આરોપીઓ પહેલા મંદિરની રેકી કરતા હતા. જે મંદિરની આસપાસ સીસીટીવી ના હોય તેવા મંદિરને ટાર્ગેટ કરીને તેઓ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના સમેરપુર વિસ્તારમાં મંદિરના પૂજારીની હત્યા કારી ભાગી ગયા હતા અને ત્યારબાદ રાજસ્થાનમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવામાં કરેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઉપરાંત, આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ કયા અને કોને વેચ્યો છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે acp ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, આરોપીઓ ખૂબ જ રીઢા છે અને અગાઉ તો એક મંદિરમાં ચોરી કરતી વખતે પૂજારીની પણ હત્યા કરી નાખી હતી.

યુવાધનને બરબાદ કરતું એકમાત્ર ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ છે. શહેરમાં હાલ પણ કેટલાક યુવક-યુવતીઓ ડ્રગ્સના નશામાં સામેલ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ્સ ડીલરો અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદના દાણીલીમડામાં રહેતા અને એમડી ડ્રગ્સનો કારોબાર કરતા રઝીન સૈયદે ડ્રગ્સ ડીલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યું હતું. જે પૈકી ગઈકાલે રાત્રે મુંબઇના ઈરફાન અને સર્જીલ રઝીન સૈયદને ડિલિવરી આપવા દાણીલીમડામાં આવેલી હોટલ માલવા પાસે આવ્યા હતા. જ્યાં વોચમાં રહેલી પોલીસ દ્વારા આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…