
અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવક મોજશોખ પૂરા કરવા આવડા રસ્તે ચડ્યો હતો. મિત્રો, રોજબરોજ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે, રાજ્યના અમદાવાદમાંથી ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ભગવાનના ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે સાત મંદિરમાં ચોરીનો ઉકેલ્યો છે.
મિત્રો, છેલ્લા ઘણા સમયથી મંદિરમાં ભગવાનના માથે રહેલા છત્રની ચોરીની ઘણી ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાય છે. હાલ આવી જે ઘટના સામે આવી છે, જેમાં ચોર મંદિરના છત્ર વેચીને જે પૈસા મળે તેનાથી મોજ શોખ પૂરા કરતો હતો. પોલીસે ચોરની ધરપકડ કરીને એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સીસીટીવી માં કેદ થઈ સમગ્ર ઘટના
અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે, થલતેજના મેલડી માતાના મંદિરમાં ચોરી થઈ છે. ઘટનાને લઈને પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. આ સીસીટીવી માં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક યુવક મંદિરમાં ઘૂસી આવે છે. સીસીટીવી માં દેખાઈ રહ્યું છે કે, પહેલા આ યુવક આજુબાજુમાં તપાસ કરે છે અને ત્યારબાદ એકલતાનો લાભ લઇ ભગવાનના માથે રહેલા છત્ર તોડીને ફરાર થઈ જાય છે. સીસીટીવી ને આધારે પોલીસે જીગર દેસાઈ નામના યુવકની ધરપકડ કરી છે.
એક સાથે અનેક ચોરીના ભેદ ઉકેલાયા
આરોપી શીલજ પાસે ઔડાના મકાનમાં રહે છે. આરોપી જીગર દેસાઈ પાસેથી ત્રણ જેટલા છત્ર મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી માત્ર સાત ધોરણ ભણેલો છે અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો છે. વધુમાં જાણવા મળ્યું કે આરોપી જીગરે આ એક મંદિરમાં જ નહીં પરંતુ સાત અલગ અલગ મંદિરોમાંથી ચોરી કરી છે. આરોપી જીગર ચોરી કરેલો માલ કડીના હીરા માણેક ચેમ્બરના સોનાના વેપારી કેતન સોનીને વેચતો હતો.
પોલીસે ચોરીના માલ સાથે વેપારી કેતન સોનીની પણ ધરપકડ કરી લીધી છે. કેતન સોની પાસેથી કુલ 40 જેટલા છત્ર મળી આવ્યા હતા. સાથોસાથ જીગર પાસેથી ત્રણ એમ ટોટલ 43 ચોરીના છત્ર પોલીસે જબ તો કર્યા છે. જીગર અને કેતન બંને આરોપીની ધરપકડથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના અલગ-અલગ સાંજ જેટલા ચોરીના ભેદ મોકલાવી ગયા છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…