વહેલી સવારમાં જ થઈ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- ગુજરાતના આ વિસ્તારોમાં વરસ્યો મુશળધાર વરસાદ

190
Published on: 11:19 am, Tue, 21 September 21

છેલ્લા થોડા દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં પણ અતિભારે વરસાદને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં વીજળીના કડાકાભડાકા સાથે અતિભારે વરસાદ ખાબક્યો છે.

શહેરના અનેકવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચુકી છે ત્યારે એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી ચુક્યો છે.

શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોરનાં સમયે શહેરનાં પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરમાં આવેલ શાહીબાગ, લાલદરવાજા, ગોળલીમડા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચુક્યો છે ત્યારે ચોમાસાની હાલની સીઝન દરમિયાન શહેરમાં 15 ઈંચ સાથે મોસમનો 55% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

આની સાથે જ હજુ પણ વરસાદની 43% ઘટ રહેલી છે. જો કે, રાહતની વાત તો એ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી 5 દિવસ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. આમ સમગ્ર શહેરમાં ગળાડૂબ પાણીનાં દ્રશ્યો જોવા મળ્યા છે.

અમદાવાદ જિલ્લામાં માંડલમાં સૌથી ઓછો વરસાદ:
અમદાવાદ જિલ્લામાંથી હજુ સુધી માંડલમાં સૌથી ઓછો 9.40 ઈંચ, જ્યારે સાણંદમાં સૌથી વધારે 20.86 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. આની સિવાય સમગ્ર શહેરમાં 16.69 ઈંચ, બાવળામાં 32.20 ઈંચ, દસક્રોઈ-ધંધૂકામાં 15.86 ઈંચ, દેત્રોજમાં 11.88 ઈંચ, ધોળકામાં 16.69 ઈંચ, વિરમગામમાં 9.76 ઈંચ વરસાદ નોંધાયો છે.

આમ, સમગ્ર રાજ્યના જે જિલ્લામાં વરસાદની સૌથી વધારે ઘટ હોય તેમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં દાહોદમાં સૌથી વધારે 47% વરસાદ જયારે ગાંધીનગરમાં 46% વરસાદની ઘટ રહેલી છે. આમ, રાજ્યના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે તેમજ હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. આજે સમગ્ર શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 30.4 ડીગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ શહેરમાં વરસાદની આગાહીને લઈ મહત્તમ તાપમાન 25 ડીગ્રી સુધી પહોંચી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…