ફરીએકવાર વરસાદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર- આટલા દિવસ બાદ ફરીથી જામશે ચોમાસું

Published on: 10:49 am, Thu, 12 August 21

અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યમાં આગામી ચોમાસાને લઈ એક જાણકારી સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ ખુબ પાછો ખેંચાતા લોકોમાં તેમજ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

આવા સમયે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ફરીએકવાર વરસાદનું આગમન થવાની સંભાવના રહેલી છે. આગામી 17 ઓગસ્ટ પછી સમગ્ર રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે ત્યારે સમગ્ર રાજ્યમાં ડેમ ભરાવવાની વાત કરવામાં આવે તો, નાના-મોટા એમ મળીને કુલ 206 ડેમો પૈકી ફક્ત 5 ડેમ જ સંપૂર્ણપણે છલકાયા છે.

આગામી સમયમાં જો પૂરતો વરસાદ ન આવે તો પીવાના પાણી માટે પણ ચિંતાજનક સ્થિતિ થઇ શકે છે. 17 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ફરીથી શરૂઆત થશે. જુલાઈના છેલ્લાં સપ્તાહથી વરસાદ પાછો ખેંચાયો છે કે, જેથી ખેડુતો ખુબ ચિંતિત બન્યા છે.

આગામી એક સપ્તાહ બાદ સમગ્ર રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. આની સાથે જ વરસાદની ફરીથી પધરામણી થવાના એંધાણ રહેલા છે. 17 ઓગસ્ટ પહેલાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અંદાજે 46% વરસાદની અછત જોવા મળી રહી છે. ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદની અછત જણાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ફક્ત 254 MM જેટલો જ વરસાદ નોંધાયો છે ત્યારે સૌ કોઈ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમરેલીનો ધારવડી ડેમ, સુરજવાડી ડેમ, જામનગરનો ફુલઝર-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ તેમજ તાપીનો ડોસવાડા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. 80 ડેમોમાં તો હાલમાં પણ 20% કરતાં પણ ઓછુ પાણી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ 46.63% પાણી બચ્યુ છે.