હોટલમાં જમવા જઈ રહેલા બે જીગરજાન મિત્રોને ભરખી ગયો કાળ, એકની 14 દિવસ અગાઉ જ થઇ હતી સગાઇ

370
Published on: 11:56 am, Sun, 17 April 22

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં મૂળ પારડી પ્રેરણા એપાર્ટમેન્ટ રતન વાડી ખાતે રહેતો અને અમદાવાદ હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા તેની સાથે પ્રેક્ટિસ કરતો વકીલ મિત્ર હીરક પ્રોબીરભાઈ ગાંગુલી સાથે કામ અર્થે શુક્રવારે પારડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, કામ પૂર્ણ કર્યા બાદ રાત્રે અન્ય બે મિત્રો અભિષેક કપ્તાન સિંગ રાજપૂત અને પ્રશાંત ભવરસિંગ રાજપુરોહીત આમ આ ચાર મિત્રો અલગ અલગ બે બાઇક પર વાપીના સલવાવ હાઇવે પર મામા કબાબ હોટલમાં જમવા નીકળ્યા હતા. જ્યાં હોટેલમાં ભીડ હોવાથી આ ચારેય મિત્રો અતુલ ચણવઈ ખાતે હોટલમાં જમવાનું નક્કી કર્યું હતું અને પરત નીકળ્યા ત્યારે પલ્સર બાઈક નંબર GJ-15-BF-8644 અચાનક પારડી જોગમરડી નજીક હાઇવે પર સ્લીપ થઈ જતા બંને માર્ગ પર પટકાયા હતા. જેમાં હીરક પર પાછળથી આવતું કોઇ વાહન ફરી વળ્યુ હતું જ્યારે ચાલક પ્રશાંત રાજપુરોહિતને ગંભીર ઇજા થતા બંને ઘાયલ થયા હતા.

જાણવા મળ્યું છે કે, ​​​​​​​બંનેને 108માં પારડી સરકારી હોસ્પિટલ લઈ જવાતા હીરકને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયાંરે પ્રશાંતને વધુ સારવાર માટે વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા પ્રશાંત રાજપુરોહિત હાલ UPSCની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. અને તેની 14 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…