જુઓ કેવી રીતે અમદાવાદના આ ખેડૂત પોતાની કોઠાસૂઝથી ખેતી અને ગીર ગાયોના સંવર્ધનમાંથી કરી રહ્યા છે મબલખ કમાણી

470
Published on: 11:28 am, Sat, 16 October 21

આજકાલના મોટાભાગના લોકો પશુપાલન તથા ખેતી બાજુ વળતા થયા છે ત્યારે હાલમાં પણ આવી જ એક સફળતાની કહાની સામે આવી છે. રાસાયણિક ખાતરો જમીન બગાડવાની સાથોસાથ ખેડૂતો માટે ખુબ ખર્ચાળ સાબિત થઈ છે કે, જેથી ખેડૂતો કેમિકલયુક્ત રાસાણિક ખાતરની ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી બાજુ વળી રહ્યાં છે.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલ શિહોર ગામના ખેડૂત મહેન્દ્રભાઇ રાવલ નામા ખેડૂત છે કે, જેઓ અંદાજે 70 વિઘા જમીનમાં કોઠાસૂઝથી ગૌશાળાના ગૌમૂત્ર તથા ગોબરમાંથી ખાતર બનાવીને ખેતી કરી રહ્યાં છે. તેઓ સૌપ્રથમ સામાન્ય ખેતી કરતા હતા પણ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની અપીલ થકી તેઓએ પહેલ કરી તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે.

જેમાંથી માસિક 30 લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે, આની સાથે જ પશુપાલન પણ કરી રહ્યા છે કે, જેમાંથી વાર્ષિક 22 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આની સાથે જ આ ગૌશાળામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ખાતર બનાવીને બીજ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી બાજુ વળવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

શિબિરમાં ભાગ લીધા પછી વિચાર આવ્યો:
મહેન્દ્રભાઈ અગાઉ સામાન્ય ખેતી કરતા હતાં. જો કે, કૃષિ શાસ્ત્રી સુભાષ પાલેકરની શિબિર ઓનલાઈન જોયા બાદ તેમની શિબિરમાં ભાગ લીધો હતો કે, જેમાંથી તેમને પણ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી બાજુ વળ્યા છે.

ફક્ત આટલું જ નહીં પોતાના ગામમાં જ શિબિરનું આયોજન કરીને બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી બાજુ વાળી રહ્યા છે. આની માટે તેઓ ખાતર પણ જાતે જ બનાવી રહ્યા છે. પોતાની જ ગૌશાળામાંથી નીકળતા ગોબર તથા ગૌમૂત્રમાંથી તેઓ ખાતર બનાવી રહ્યા છે તેમજ તેનો ખેતરમાં ઉપયોગ કરે છે.

આપને જણાવી દઈએ કે, આ ખાતરનો ઉપયોગ કરવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. આની સાથોસાથ ફળ વધુ મોટું તેમજ કલરફુલ આવતું હોવાનો તેમનો દાવો કર્યો છે. આમ, તેમણે પ્રાકૃતિક ખેતીથી જ પોતાની આવક બમણી કરી છે એવું જણાવ્યું હતું.

ગૌશાળામાંથી 22 લાખની આવક મેળવી:
તેઓ જણાવે છે કે, મારી પાસે કુલ 70 વીઘા જમીન છે પરંતુ પ્રાકૃતિક ખેતી ફક્ત 25 વીઘા જમીનમાં જ કરું છું. બાકીની જમીનમાં એરંડા તેમજ બીજા તેલીબિયાંનું વાવેતર કરીએ છીએ. કઠોળમાં ખાસ તુવેર હોય છે. તુવેરદાળ ત્યાંથી જ સીધી લોકોને વેચીએ છીએ.

ફક્ત ખેતીમાંથી જ મને વાર્ષિક 25થી 30 લાખ રૂપિયાની આવક થાય છે. જ્યારે ગૌશાળાની મારી રૂપિયા 20-22 લાખ આવક થાય છે. મારી પાસે હાલમાં ગીરની 40 ગાયો છે કે, જેમાંથી દરરોજનું 125 લિટર બે ટંકનું એવરેજ દૂધ નીકળે છે. જેને અમદાવાદમાં વહેંચીએ છીએ તેમજ આ દૂધમાંથી જ ઘી પણ બનાવીએ છીએ.

જીવામૃત પણ બનાવે છે:
ગાયના છાણમાંથી તેઓ ઘન જીવસમૃત પણ બનાવી રહ્યા છે. મહેન્દ્રભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત એ મુખ્ય પાયો છે. ગાયના 100 કિગ્રા છાણ, 1 કિલો દેશી ગોળ, 1 કિલો ચણાનો લોટ ભેળવીને એમાં 2 લિટર જીવામૃત ઉમેરીને આ મિશ્રણને 48 કલાક છાયામાં રાખ્યા પછી દિવસમાં 3-4 વાર ઉપર નીચે કરવામાં આવે છે.

જે સુકાઈ ગયા પછી ગાંગડાનો ભૂકો કરીને ઘન જીવામૃત બનાવવામાં આવે છે. મહેન્દ્રભાઈ ગીર ગાયોને ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે. કપાસની પાંખડી, યુરિયા અથવા તો ખાતર વગરનું ઘાસ તથા જરૂરી મિનરલ્સ, વિટામિન પણ આપે છે. જયારે ઘન જીવામૃતના સથવારે પ્રાકૃતિક ખેતી કરીને કુદરતના સાંનિધ્ય સાથે ઊપજ તથા આવક પણ બમણી મેળવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…