કૃષિમંત્રી તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ રાઘવજી પટેલે ખેડૂતોને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

197
Published on: 3:39 pm, Sat, 18 September 21

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને ખાતાંની ફાળવણી કરી દેવામાં આવી છે ત્યારે હવે આગામી થોડા જ દિવસમાં શ્રાદ્ધ બેસતા હોવાને લીધે મંત્રીઓએ આજથી જ ચાર્જ સંભાળી લીધો છે. આજે જ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, રાજ્યકક્ષાના શ્રમ તથા રોજગારમંત્રી બ્રિજેશ મેરજા તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો છે.

આની સાથે-સાથે જ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ પણ લીધા હતા તેમજ તેમણે તેમને ભગવાન શ્રીગણેશની મૂર્તિ તેમજ પેન ભેટમાં આપવામાં આવી હતી. આની સાથે જ રાજ્યમાં સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચવામાં આવી છે.

તેમના માંથે ખુબ મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે ત્યારે ગુજરાતની નવી રચાયેલ સરકારના મંત્રીઓને આજે સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બર ફાળવવામાં આવી હતી કે, જેમાં કુલ 9 નિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવી દેવામાં આવી છે.

APMC કર્મચારીઓને નુકશાન નહી થાય: કૃષિમંત્રી
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કૃષિમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારે આ દરમિયાન તેઓએ જણવ્યું હતું કે, હું સહકાર સાથે જોડાયેલ વ્યક્તિ છું. APMCને બચાવવા માટેના બધા જ શક્ય પ્રયત્નો કરવામાં આવશે. આની સાથે-સાથે જ APMC કર્મચારીઓને નુકશાન ન થાય તેવું પણ રાઘવજી પટેલે જણાવ્યું છે.

આજરોજ સર્ણિમ સંકુલમાં ચાર્જ સંભાળતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પહેલા પણ APMC મામલે કેન્દ્રને રજૂઆત કરવામાં આવી હતી તેમજ ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળી રહે એ બાબતે સરકાર વિચાર કરશે તથા આની સાથે જ ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન સરકાર કરી રહી છે તેવું કુષિમંત્રીએ જણાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…