ગુજરાતમાં ફરીથી મેઘરાજા ની થશે ધમાકેદાર એન્ટ્રી, આગામી પાંચ દિવસ જાણો ક્યાં કેવી રહેશે સ્થિતિ

219
Published on: 6:59 pm, Wed, 20 July 22

ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ હવે ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 22થી 24 તારીખ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં હળવાથી લઈને ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે, 20 જુલાઈ અને આવતીકાલે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આગામી બે દિવસ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ બે દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 21મી જુલાઈથી વરસાદની પ્રવૃત્તિ વધશે. એટલે 22મી તારીખે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પરંતુ 24મી તારીખે આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24 તારીખે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં 22 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત,  ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 23 જુલાઈના રોજ સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, અમદાવાદ, કચ્છ, અરવલ્લી, ખેડા તેમજ મહેસાણામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, જામનગર, વલસાડ, બોટાદ, પંચમહાલ, નવસારી, રાજકોટ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યારે હવે 24 જુલાઈની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જુલાઈના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૯ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૧ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…