દીકરીના લગ્નની વિદાય વખતે જ પિતાનું થયું નિધન, દીકરીએ પિયર આવી પિતાને આપી મુખાગ્નિ

168
Published on: 6:23 pm, Sat, 22 January 22

હાલમાં એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે. જેમાં પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. ત્યારબાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ બનાવ વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલાં જશવંતસિંહ માંગરોલાની ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. આ પૈકી ડો.શિવાનીના લગ્ન મંગળવારના રોજ હતા.

આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની તબિયત ખરાબ હોવાથી દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પરંતુ, પિતાની અંતિમઇચ્છા અનુસાર તેને ભારેહૈયે પરિવારજનો દ્વારા વિદાય આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણે દીકરીઓ દ્વારા પણ ભેગા થઈ પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…