હાલ દેશમાં છોકરા-છોકરીઓ એક સમાન માનવામાં આવે છે. પહેલાં તો છોકરીઓ અથવા મહિલાઓને ઘરની બહાર પણ એકલાં જવા દેવામાં આવતી ન હતી. પરંતુ અત્યારે લોકોની વિચારસરણી બદલી ગઈ છે અને છોકરાં-છોકરીઓને એક સમાન માને છે.
આજે આપણે એક એવાં જ પરિવાર વિષે જાણીશું. અત્યારે બધી જ મહિલાઓ બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને ઘણી મહિલાઓ તો પુરુષો કરતાં પણ ઘણી આગળ હોય છે પોતાના હાથમાં સત્તા હોય છે. આવી મહિલાઓ પોતાનું નામ અને પરિવારનું નામ પણ રોશન કરે છે.
તો ચાલો જાણીએ એવાં જ એક નવા વિચારો વાળા પરિવાર વિશે, મેઘરાજના એક પરિવારના મોભીનું અવસાન થઇ જતા તેમની દીકરીએ તેમની અર્થીને કાંધ આપી હતી. આ વ્યક્તિનું નામ પંકજભાઈ હતું અને તેઓનું 63 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
આ પરિવારમાં કોઈ દીકરો નહતો તો હાલમાં મેઘરજમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. પિતાનું મૃત્યુ થઇ જતા દીકરીએ પિતાની અર્થીને કાંધ આપી હતી. આ દીકરીએ આગને દોરીને સ્મશાને પહોંચીને પિતાની અર્થીને કાંધ પણ આપી. અને સ્મશાને જઈને પિતાને મુખાગ્નિ પણ આપી હતી. આમ દીકરીએ દીકરાની ફરજ નિભાવી સમાજમાં એક નવી રાહ ચીંધી હતી.
આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા, આમ બધા જ લોકોએ દીકરીને જોઈને રડી પડ્યા હતા.આમ આ દીકરીની હિંમત જોઈને બધા જ લોકો સ્તબ્ધ રહી ગયાં હતાં. આ દીકરીએ દીકરાંની ફરજ નિભાવીને સમાજમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…