દીકરાના મૃત્યુ પછી, વિઠ્ઠલભાઈ રાદડિયાએ દીકરી સમાન પુત્રવધૂના બીજા લગ્ન કરાવી કન્યાદાનમાં આપી દીધી 100 કરોડથી વધુની સંપત્તિ

866
Published on: 5:25 pm, Wed, 22 September 21

સૌરાષ્ટ્ર(ગુજરાત): સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં પોતાની આગવી સેવા આપીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષ 1990 થી વર્ષ 2007 સુધી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે સરકારી ક્ષેત્રે અને છેવાડાના ગામોમાં બાળકોના શિક્ષણ માટે ખાસ ફાળો પણ આપ્યો છે.

તમે જાણતા જ હશો કે, વિઠ્ઠલભાઈ રાદડીયા પાટીદાર અને ખેડૂતો માટે ખાસ વ્યક્તિ હતા. એક વખત તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. પંરતુ, વિઠ્ઠલભાઈ રાદડિયા સ્ટેજ છોડીને ઊભા પણ નહોતા થયા અને તેમણે પોતાનું કાર્ય પૂરું કર્યું હતું.

જણાવી દઈએ કે, વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધન વર્ષ 2019માં થયું હતું. આ દરમિયાન, ખેડૂત નેતાની ખોટને લીધે દુઃખી થઈ ગયા હતા. આ ઉપરાંત, જ્યારે વિઠ્ઠલ ભાઈ રાદડિયાના દીકરાનું નિધન થયું હતું ત્યારે તેની પત્નીને વિઠ્ઠલભાઈએ પુત્રવધૂ નહીં પંરતુ દીકરી તરીકે સ્વીકારી લીધી હતી. અને જે રીતે એક દીકરીને પિતા પરણાવે તે જ રીતે વિઠ્ઠલભાઇએ પણ તેને કન્યાદાન કરીને પરણાવી હતી. આમ કરીને તેમણે સમાજ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિઠ્ઠલભાઈના નાના દીકરા કલ્પેશનું રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ તેમની પત્ની મનીષા તેમના બાળકો સાથે સાસરામાં જ રહેતી હતી. આવામાં વિઠ્ઠલભાઈએ તેમના સમાજમાં તેના લગ્નને લઇને વાત કરી હતી. ત્યારબાદ વિઠ્ઠલભાઈના નીચે કામ કરતો એક કર્મચારી તૈયાર થયો હતો અને તેની સાથે મનીષાના લગ્ન કરાવ્યા હતા. વિઠ્ઠલભાઈએ પોતાની પુત્રવધુ સમી દીકરીને આશરે 100 કરોડ રૂપિયાનું કન્યાદાન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…