
આજે એવા સાહસીક મહિલાની વાત કરવાના છીએ, જેમના પતિના મૃત્યુ પછી થોડી પણ હિંમત હાર્યા વગર ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને પશુપાલન ની સાથે સાથે ખેતી ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. સુરતના ઉમરાછી ગામના રહેવાસી લલીતાબેન ના પતિનું મૃત્યુ થોડા સમય પહેલાં જ થયું હતું. તેઓ ૫૦ વીઘા જમીનમાં ખેત મજુરી કરે છે. પતિના મૃત્યુ પછી લલીતાબેન ટ્રેક્ટર ચલાવતા શીખ્યા. હાલમાં લલીતાબેન પોતે જાતે જ 50 વિઘા જમીનમાં ટ્રેક્ટરથી હવે ફેરવી ખેતી કરી રહ્યા છે. લલીતાબેન ખેતીની સાથે સાથે પશુપાલન કરીને પણ ગુજરાન ચલાવી રહ્યા છે.
સતિષભાઈ પટેલ 50 વિઘા જમીનમાં ટ્રેક્ટર ચલાવીને પોતાનું રોજગાન ચલાવતા હતા. સતિષભાઈ પટેલ ના લગ્ન લલીતાબેન સાથે થયા હતા અને લગ્નજીવનમાં તેમને બે દીકરી અને એક દીકરો હતો. સતિષભાઈ ને દાઢ નું કેન્સર આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અને લાંબી સારવાર બાદ સતિષભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. ઘરના આધારસ્તંભ ગણાતા સતિષભાઈની આવી અણધારી વિદાયથી પરિવાર શોકમાં ગમગીન થયું હતું.
નાની ઉંમરે ત્રણેય બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી સાથે સાથે લલીતાબેન પણ નિરાધાર થયા હતા. લલીતાબેન રમત-રમતમાં ટ્રેકટર ચલાવતા શીખ્યા હતા આ કારણે તેમણે ખેતર માલિકને કહ્યું કે તમે ચિંતા ના કરતા તમારી બધી જમીન હું જાતે ખેડૂત અને પોતે 50 વીઘા જમીન ની જવાબદારી સ્વીકારી હતી.
લલીતાબેને જણાવતા કહ્યું કે, પતિ ખેત મજુરી કરીને ગુજરાત ચલાવતા હતા અને આજથી દસ વર્ષ પહેલા કેન્સરના કારણે તેમનું મોત થયું હતું પરંતુ મારા પતિએ મને ટ્રેક્ટર શીખવું હતું. આ કારણે મેં ખેતર માલિક ની 50 વીઘા જમીન જાતે ખેડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર લલીતાબેન ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે.
લલીતાબેન કહેવું છે કે, કોઈપણ મહિલા કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને જો મન મજબૂત રાખી આગળ વધે તો કોઈ પણ કાર્યમાં સફળતા મળે છે. પતિના મૃત્યુ અને ત્રણે સંતાનોની જવાબદારી માથે રાખે અથાક મહેનત અને કાળી મજૂરી કરી લલીતાબેન આજે પગભર થયા છે. લલીતાબેનની બન્ને દીકરીઓના ધામધૂમથી લગ્ન થઈ ગયા છે અને તેમનો દીકરો આજે ખેતીકામમાં માતા ની મદદ કરે છે.