વર્ષો સુધી દેશની સેવા-રક્ષા કરી, નિવૃત થઈને પરત ફર્યા મોરબીના સિંહ જવાન- આખા ગામે ભવ્ય રીતે કર્યા વધામણા

479
Published on: 2:01 pm, Sun, 6 March 22

સેનાના સૈનિકો જયારે પોતાની ફરજ પૂરી કરીને વતન પરત ફરે ત્યારે તમામ નિવૃત્ત સૈનિકોનું ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે. ત્યારે આજે આપણે એક એવા નિવૃત્ત સૈનિકની વાત કરીશું જેણે સતત સત્તર વર્ષ દેશની સેવા કરી છે. આ જવાન હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં રહેતો હતો.

જણાવી દઈએ કે, આ જવાનનું નામ દિલીપભાઈ જસવંતભાઈ સોનેગરા છે. આ જવાન જયારે નિવૃત થઈને તેમના વતને પરત આવ્યા ત્યારે ગામના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને તેમનું સ્વાગત કર્યું હતું. જયારે આ જવાન નિવૃત થઈને તેમના વતન પહોંચ્યા ત્યારે ગામના લોકોએ ભેગા થઇને આ જવાનની શોભાયાત્રા પણ કાઢી હતી. આ જવાનને ગામના લોકો દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

આ જવાન જયારે રિટાયર્ડ થઈને તેમના ગામમાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે, ગામમાં જાણે કોઈ મોટો પ્રસંગ હોય. આ જવાનની શોભાયાત્રામાં આખું ગામ જોડાયું હતું અને બધા લોકોએ દેશ ભક્તિના ગીતો ગાઈને જવાનનું ખુબ જ ભવ્યતાથી સ્વાગત કર્યું હતું. આ જવાને તેમની જીવનની ચિંતા કર્યા વગર તેમના પરિવારના લોકોથી દૂર રહીને 17 વર્ષ સુધી દેશની સેવા કરી હતી.

મળતી માહિતી મુજબ, ગામના લોકો દ્વારા આ નિવૃત જવાનનો જીપમાં વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ જવાનનો ગામના બધા લોકોને દિલથી ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે, ગામના કોઈ યુવાનને દેશની સેવા કરવા માટે સેનામાં જોડાવવું હોય તે લોકોને માહિતી આપીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…