પોતાની જમીન વેચીને પિતાએ દહેજમાં આપી કાર, પરંતુ થોડા જ કલાકમાં આ કારમાંથી નીકળી દીકરીની લાશ

109
Published on: 2:43 pm, Thu, 2 December 21

દહેજ પ્રથાના કારણો દેશમાં કેટલી દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ‘જ્યારે એક બાપ લગ્નમાં પોતાની દીકરી આપી દે છે, અને આપણો સમાજ ટેમ્પામાં જુવે છે કે, દીકરીના બાપે શું આપ્યું?’ હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય કાર અને રૂપિયાને કારણે એક પિતાએ દીકરી માટે પોતાની બધી જમીન વેચી નાખી હતી, અને બદલામાં દીકરીની લાશ મળી હતી.

પૂર્ણિયા જિલ્લામાં દીકરીના પરિવારજનોએ સાસરિયા પક્ષના લોકો પર પોતાની દીકરીની હત્યાનો આરોપ મૂક્યો છે. વર્ષો પહેલા દહેજ પ્રથાના કારણે કેટલાય પરિવારો વિખેરાઈ રહ્યા હતા અને હાલ પણ આ પ્રથા ક્યાંકને ક્યાંક શરૂ છે. આવી જ એક ઘટના અંહીયા બની છે, જેના વિશે જાણી હૃદય કંપી ઊઠે છે.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે દીકરીનું નામ મીનું છે. થોડા સમય પહેલા જ મીનુંના લગ્ન થયા હતા. દીકરીના લગ્ન થતા સામાન્ય ઘરના પિતાએ સગવડ પ્રમાણે ધામધૂમથી લગ્ન કર્યા હતા. પરંતુ સાસરે જઈને, કાર માટે દીકરીને અવારનવાર હેરાન-પરેશાન કરતા હતા. દીકરીના પિતાએ પોતાની જમીન વેચીને નવીનક્કોર કાર દહેજ રૂપે સાસરિયા પક્ષને આપી હતી. પરંતુ પરિવારજનોને એ નહોતી ખબર કે, એ જ કારમાં પોતાની દીકરીની લાશ પડી હશે. એક તરફ પરિવાર છોકરીના લગ્નની વર્ષગાંઠની ઉજવણી તૈયારીમાં વ્યસ્ત હતો, ને અચાનક આ ઘટના સર્જાતા, પરિવારજનોને દીકરીના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી હતી.

જમીન વેચીને દીકરી અને ભેટમાં આપેલી કારમાં જ તેની લાશ જોઇને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હૈયાફાટ રૂદન સાથે મીનુની માતા અને બહેનો ની હાલત ગંભીર થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર, મીનુના મૃત્યુ પછી તેમનો પતિ કુંદન પોતાના ભાઈ સાથે મૃતદેહને લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ પરિવારજનોએ તેને રંગેહાથ ઝડપી પાડયા હતા અને તરત જ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

દીકરીના પરિવારજનોનો માનવું છે કે, આ એક હત્યા છે. પોલીસે પણ પરિવારજનોની વાત સાંભળી તેમની ફરિયાદ નોંધી છે. દહેજની વાત સાંભળી પોલીસે જણાવતા કહ્યું છે કે, મૃતક પતિ, દિયર સસરા સહિત બીજા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. ઘટનાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, લગ્ન પછી મુનિનો પતિ હંમેશા તેની સાથે લડાઈ-ઝઘડો કરતો હતો અને હંમેશા ત્રાસ આપતો હતો.

પોતે સામાન્ય વેપારી હોવા છતાં, દીકરીની ખુશી માટે પોતાની જમીન વેચીને દીકરીને એક કાર અપાવી હતી. પરંતુ સાસરિયા વાળાની ભૂખ સંતોષાય નહિ અને વધુ રૂપિયા માંગવા લાગ્યા હતા. આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે, મીનુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો પરંતુ દીકરીના પરિવારજનોનું કહેવું છે કે, સાસરીયા વાળાએ મળીને હત્યા કરી છે. હાલમાં પોલીસે આ કેસની વધુમાં વધુ તપાસ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…