લાખની નોકરી છોડીને ગરીબ બાળકો માટે મસીહા બન્યો આ યુવક- 48 હજાર વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ પોતે ઉઠાવી લીધો

Published on: 5:21 pm, Thu, 13 January 22

મધ્યપ્રદેશના ઈટારસીનો રહેવાસી સંદીપ મહતો ઈલેક્ટ્રીકલ એન્જિનિયર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને સારી નોકરીની ઓફર મળી હતી, પરંતુ તે ગરીબ અને આદિવાસી બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ખુબ જ મક્કમ હતો. સંદીપ આ બાળકોને વિનામૂલ્યે ભણાવે છે અને તે બાળકોને સારી શાળાઓમાં પ્રવેશ અપાવવાનું કામ કરે છે તેમજ તે બાળકોને માર્ગદર્શન આપે છે, કરિયર કાઉન્સેલિંગ કરે છે. તેમના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. ઘણા બાળકો સારી નોકરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંદીપે 48 હજાર બાળકોને મદદ કરી છે. તેમજ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ તેમના વખાણ કર્યા છે.

36 વર્ષીય સંદીપનું કહેવું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી તેને નોકરીની ઓફર મળી, પરંતુ મને સામાજિક કાર્યોમાં રસ હતો. હું લોકો વચ્ચે જઈને કામ કરવા માંગતો હતો. તેથી મેં નક્કી કર્યું કે હું સામાજિક કાર્યમાં આગળનો અભ્યાસ કરીશ. ત્યાર પછી મેં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાંથી માસ્ટર્સ કર્યું.

મિશન કેવી રીતે શરૂ થયું?
તેમજ તેમનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન એક પ્રોજેક્ટ વર્કમાં મને ખબર પડી કે ગરીબ અને આદિવાસી વિસ્તારના મોટાભાગના બાળકો હાઈસ્કૂલ સુધી નથી પહોંચી શકતા. તે પોતાનો અભ્યાસ ચૂકી જાય છે. જ્યારે મેં તેના વિશે અભ્યાસ શરૂ કર્યો તો મને ખબર પડી કે તેની પાછળ તેમની ગરીબી છે. તેમના માતા-પિતા પાસે પૈસા નથી, તેથી તેમના માતા પિતા તેમનું શિક્ષણ છોડાવીને મજુરી કરાવે છે. ત્યાર પછી મારા મનમાં એક વિચાર આવ્યો કે આ વિશે કંઈક કરવું જોઈએ.

સંદીપનું કહેવું છે કે હું પણ એક સામાન્ય પરિવારનો છું અને મારે પણ મારા અભ્યાસ દરમિયાન આ બાબતોનો સામનો કરવો પડ્યો હતો. તેથી જ મેં નક્કી કર્યું કે ભવિષ્યમાં નોકરી કરવાને બદલે આવા લોકોની મદદ કરવાનું કામ કરવું જોઈએ. એ પછી હું મુંબઈથી ગામ પાછો આવ્યો. પછી અહીંના લોકોને મળવાનું શરૂ કર્યું, તેમની સમસ્યાઓ સમજ્યા અને તેમને અભ્યાસ માટે વાકેફ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણા લોકો તૈયાર નહોતા, પરંતુ ઘણી સમજાવટ પછી તેઓ તૈયાર થયા હતા.

50 બાળકો સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી:
ત્યાર પછી સંદીપે ભારત કોલિંગ નામની એનજીઓ શરૂ કરી અને ગામના લોકોની મદદથી 50 બાળકો સાથે શાળા શરૂ કરી. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધવા લાગી. અમે અન્ય ગામોના બાળકો સુધી પણ પહોંચવાની પહેલ શરુ કરી હતી. આમાં તેમનો રસ પણ વધ્યો અને તેઓ પણ અમારા અભિયાનમાં જોડાયા હતા. અમે તે ગામડાઓમાં પણ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમે અમારી પોતાની ટીમ પણ વધારી હતી. જેઓ સામાજિક પરિવર્તન કરવા માંગતા હતા તેઓ અમારી સાથે જોડાયા હતા. આનાથી અમને ઘણો સપોર્ટ મળ્યો હતો. આ રીતે સમય સાથે આમારો વ્યાપ વધતો ગયો. બાળકોની સંખ્યામાં વધારો થયો.

સંદીપનું કહેવું છે કે ​હાલમાં અમે મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લામાં કામ કરી રહ્યા છીએ.અમારી સાથે સેંકડો સ્વયંસેવકો પણ જોડાયેલા છે. જે દરેક સ્તરે બાળકોને માર્ગદર્શન આપે છે. હાલમાં અમે 982 ગામોમાં કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 48 હજારથી વધુ બાળકોને મદદ કરી છે. આપણાં ઘણાં બાળકો સારી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. ઘણા બાળકો મેડિકલ અને એન્જીનીયરીંગ કરી રહ્યા છે. કેટલાક બાળકોને સારી નોકરી પણ મળી છે.

ગરીબ મહિલાઓને રોજગારીની તક:
આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના લોકો ખૂબ ગરીબ છે. અહીંની મહિલાઓ પાસે કોઈ ખાસ કામ નથી, પરંતુ તેમની પાસે આવડત છે. મેં આ વાતને ઓળખી લીધી અને નક્કી કર્યું કે જો તેમને સારી તાલીમ આપવામાં આવે તો આ લોકો સારો નફો કમાઈ શકે છે. આ સાથે તેમનું જીવન પણ સારું બનશે અને તેમના બાળકોને પણ ભણવાની તક મળશે.

સ્થાનિક મહિલાઓને સિલાઈ અને વણાટની તાલીમ આપી. તેમને સ્થાનિક ઉત્પાદનો બનાવવાની તાલીમ આપી. ત્યાર પછી વિકલ્પ નામથી તેમની પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું. આનાથી તેમને ઘણો સપોર્ટ મળ્યો. આજે આ મહિલાઓનું ગ્રુપ વાર્ષિક 7 થી 8 લાખનો બિઝનેસ કરે છે.

આ કાર્ય માટે સંદીપને રાષ્ટ્રીય સ્તરે ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને ઘણી જગ્યાએથી ફેલોશિપ અને ફંડ પણ મળ્યું છે. આટલું જ નહીં, વર્ષ 2014માં કેબીસીના સ્ટેજ પર અનોખા ઉદાહરણ શ્રેણીમાં તેમના કામ વિશે એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. આ શ્રેણીમાં દેશભરમાંથી 13 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. સંદીપ પણ તેમાંથી એક હતો. ત્યારે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના વખાણ કર્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…