ચાલીસ વર્ષે પરિવારમાં દીકરીનો જન્મ થતા સુરતના આ ઉદ્યોગપતિએ આખા શહેરમાં ફેરવી આ બસ અને…

556
Published on: 10:39 am, Sun, 17 April 22

આજના મોર્ડન યુગમાં ઘણા લોકો એવા છે જેઓ દીકરીને બોજ માનતા હોય છે. પરંતુ કેટલાય લોકો દીકરીને લક્ષ્મીનું રૂપ માને છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી આવ્યો છે. અહી, એક ઉદ્યોગપતિના દીકરાના ઘરે દીકરીનો જન્મ થતા એક લક્ઝરી બસ સુરતના રસ્તાઓ પર ફેરવવામાં આવી હતી.

સુરતના ખ્યાતનામ બીઝનેસમેન અને ડાયમંડ કિંગ કહેવાતા ગોવિંદ ધોળકિયાની પર્સનલ વેનિટી વાનને સફેદ રંગ માંથી ગુલાબી રંગની કરીને તેના પર ઇટ્સ અ ગર્લ ચાઇલ્ડનો મેસેજ લખીને હોસ્પિટલથી લઇને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો હતો.

આજના જમાનામાં પણ ઘણા સ્ત્રીભૃણ હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. એવામાં સુરતમાં બનેલી આ ઘટના લોકો માટે ખરેખર પ્રેરણાદાયી છે. સુરતના જાણીતા ડાયમંડ ઉધોગપતિ ગોવિંદ ધોળકિયાના એકના એક પુત્ર શ્રેયંશને ત્યાં દીકરીનો જન્મ થતાં તેને અનોખી રીતે વધાવવામાં આવી હતી. આ પરિવારમાં ઘણા સમય બાદ અને એ પણ રામનવમીના દિવસે જ દીકરીનો જન્મ થતા તેઓના પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાયેલું હતું.

આ ખુશીને લોકો સાથે વહેંચવા, દીકરીના જન્મને વધાવવા તેમજ લોકોમાં બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો દરેક સુધી પહોચાડવા એક લક્ઝરી બસ બુધવારે સુરતના રસ્તાઓ પર ફેરવવામાં આવી હતી. આ કાર્ય ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોવિંદભાઈ ધોળકિયાએ જણવ્યું હતું કે, દીકરી એ ઘરનો દીવો છે, તેમના ઘરે ચાર દાયકા બાદ આજે દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય નથી. તેથી ગોવિંદભાઈ ધોળકિયાની પર્સનલ વેનિટી વાનને એક જ દિવસમાં સફેદ રંગમાંથી ગુલાબી રંગની કરીને તેના પર ઇટ્સ અ ગર્લ ચાઇલ્ડનો મેસેજ લખીને હોસ્પિટલથી લઈને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. તે બાદ દીકરીને આ જ બસમાં ઘરે લઈ જવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…