ગુલાબી ઠંડીનાં ચમકારા વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદી માવઠું- હવામાન વિભાગે કર્યા સાવચેત

168
Published on: 12:56 pm, Tue, 26 October 21

હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં શિયાળામાં કડકડતી ઠંડીને લઈ નહીં પણ કમોસમી વરસાદી માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે કે, જેને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ધીમે-ધીમે શિયાળાની શરૂઆત થઇ ચુકી છે.

આવા સમયે રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ જણાવે છે કે, ભેજ તથા ગરમીને લીધે લોકલ ફોર્મેશન બન્યું હતું કે, જેની અસરના ભાગ સ્વરૂપે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

સાથોસાથ જ પવનની દિશા બદલાઇ જતા એની અસર પણ જોવા મળી રહી છે. જયારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેમજ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી છે.

ઠંડીનો ચમકારો શરૂ થશે:
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરતા કહ્યું છે કે, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. આની સાથોસાથ આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે કે, જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

ક્યાં-ક્યાં થશે હળવો વરસાદ?
ઉત્તર પાકિસ્તાન બાજુના વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને લીધે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આની સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સુક્કુ રહેશે.

લોકોએ રાખવી પડશે તકેદારી:
શિયાળાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું જણાવવું છે કે, કોરોના તથા સ્વાઈનફ્લુ વિશે લોકોએ તકેદારી રાખવી ખુબ જરૂરી બની છે. આ વર્ષે શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે એવી દહેશત ફેલાઈ છે. ગયા વર્ષે પણ દિવાળી બાળા કોરોનાના કેસોમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો.

જેની સંભાવના આ વર્ષે નકારી શકાય તેમ નથી. જો કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી શિયાળાની કોરોનાને લગતી કોઈપણ ગાઈડલાઈન આપવામાં આવી નથી. નવરાત્રિનાં ઉત્સવ બાદ રાજ્યના મોટા ભાગના શહેરોમાં શરદી તથા કફની ફરિયાદો વધી છે. ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા હાહાકાર મચાવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…