અભિનેત્રી શબાના આઝમી થયા ઓનલાઇન છેતરપિંડીનો શિકાર તેને મંગાવ્યું ….

Published on: 12:33 pm, Fri, 25 June 21

શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું, ‘સાવચેત રહો! તેઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મેં પૈસા આપી દીધા છે. મેં ઓર્ડર પણ આપ્યો હતો પણ વસ્તુ હજુ સુધી પહોંચી નથી.

શબાના આઝમી એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે એક દારૂ ડિલિવરી ઓનલાઈન પ્લેટફોર્મે તેમને દગો આપ્યો છે. તેમની પોસ્ટમાં શબાના આઝમીએ દાવો કર્યો છે કે દારૂ ડિલિવરી પ્લેટફોર્મે તેમની પાસેથી પૈસા લઈ લીધા છે, સાથે તેમને ઓર્ડર પણ કર્યો હતો. જો કે તેને હજી સુધી દારૂની ડિલીવરી થઈ નથી.

અભિનેત્રી એ કહ્યું કે તેઓએ મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. શબાના આઝમીએ પણ ટ્વીટ સાથે ટ્રાન્ઝેક્શનની વિગતો આપી છે. આઝમીએ તે ન કહ્યું કે તેઓ કેટલી રકમની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાથે જ તેમણે આ વાતની માહિતી આપી નથી કે તેને આ મામલે ફરિયાદ નોંધાવી છે કે નહી.

આ બનાવ પહેલા બોલિવૂડના ઘણા કલાકારો જેમાં અક્ષય ખન્ના, નરગીસ ફાખરી અને કરણ સિંહ ગ્રોવર પણ સામેલ છે, તેઓ પણ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હતા.