અંગદાન એ જ મહાદાન: સુરતમાં બ્રેઇનડેડ થયેલ એકાઉન્ટન્ટે એકસાથે ત્રણ લોકોને આપ્યું નવજીવન

185
Published on: 7:09 pm, Mon, 25 October 21

આજકાલ લોકોમાં અંગદાનને લઈ જાગૃતતા ફેલાઈ રહી છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાં બ્રેઈનડેડ દેવચંદભાઈ જયરામભાઇ રાણાના પરિવારજનો દ્વારા તેમના કિડની, લિવર તેમજ ચક્ષુઓનું દાન કરીને એકસાથે 3 લોકોને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

પરિવારજનો દ્વારા અંગદાન મારફતે માનવતાની મહેક ફેલાવીને સમાજને નવી રાહ ચિંધવામાં આવી છે ત્યારે અહીં નોંધનીય છે કે, ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવીને ઘરે જતી વખતે બાઈક સ્લીપ થતા નીચે પટકાતા માથામાં ખુબ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બાઈક સ્લીપ થયા પછી બ્રેઇનડેડ જાહેર કરાયા:
સુરતમાં આવેલ ભાઠા ગામમાં રહેતા તેમજ ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલ દેવચંદભાઈ જયરામભાઇ રાણા ગુરુવારે બાઈક પર જઈ રહ્યા હતા. આ સમએ શ્યામ સંગીની માર્કેટ નજીક પુણા કુંભારિયા ખાડી પુલ પર બાઈક સ્લીપ મારી જતા તેઓ નીચે પડી ગયા હતા જેને લીધે માથામાં ખુબ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સારવાર હેઠળ દાખલ કરીને આગળની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. નિદાન કરવા માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું. ગત રવિવારે ડોક્ટરોએ દેવચંદભાઈને બ્રેઇનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને દેવચંદભાઈના પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવારે અંગદાનની સંમતિ આપી દીધી:
ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવી રહેલ દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેન જણાવે છે કે, અમે ઘણીવાર અખબાર તથા ન્યુઝ ચેનલોમાં અંગદાનના સમાચારો જોતા હોઈએ છીએ ત્યારે આજે જ્યારે મારા પતિ બ્રેઈનડેડ થયા છે તેમજ તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે.

આ સમયે તેમના અંગોના દાન મારફતે ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન કરવા માટે તૈયાર છીએ. દેવચંદભાઈનો દીકરો નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT માં, દીકરી રીશા નવયુગ કોલેજમાં T.Y B.COMમાં અભ્યાસ કરી રહી છે.

267 કિમીનો ગ્રીન કોરીડોર બનાવાયો:
લિવર અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની કિડની હોસ્પિટલને ફાળવી દેવામાં આવી હતી. દાનમાં મેળવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં શહેરના જ રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે.

જ્યારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાને લીધે તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું ન હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકારી લીધુ હતું. કિડની તથા લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના 267 કિમીનો ગ્રીન કોરીડોર બનાવાયો હતો કે, જેમાં સુરત શહેર પોલીસ તથા રાજ્યના અનેકવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…