નક્ષત્રો પ્રમાણે 2022 માં કેવું રહેશે ચોમાસુ, વાવણી લાયક વરસાદ ક્યારે પડશે? – અંબાલાલ પટેલ કરી મહત્વની આગાહી

4869
Published on: 2:35 pm, Thu, 28 April 22

હાલમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. ગુજરાત(Gujarat)માં માર્ચ મહિનાની મધ્યસ્થ માંથી ગરમી ખુબ જ વધી રહી છે. લોકો કાળા તડકાથી ત્રાહિમામ થઈ ગયા છે. હિટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે. માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો.

મૂર્ગશીષ નક્ષત્ર 08/06/2022 ને બુધવારે બેસશે. આ નક્ષત્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. આ નક્ષત્રમાં વરસાદ નહિવત અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આદ્રા નક્ષત્ર 22/06/2022 થી શરુ થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રથી વરસાદની શરુ આત થાય છે. સામાન્ય વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે.

પુનવર્શું નક્ષત્ર 06/07/2022 થી શરુ થાય છે. વરસાદમાં વધારો થશે. પુષ્પ નક્ષત્ર 22/07/2022 થી શરુ થાય છે. પવન અને માધ્યમ વરદસાદ પડતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં ખુબ જ સારો વરસાદ પડે છે. અમુક જગ્યા પર અતિવૃષ્ટિ પર આવી શકે છે. મઘા નક્ષત્રથી પાણીની સમસ્યા દુર થાય છે. આ નક્ષત્ર 17/08/2022 થી શરુ થાય છે.

ચાલુ વર્ષે ઉનાળામાં માર્ચના મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. એપ્રિલ અને મે મહિનામાં તો તાપમાન વધીને 43 થી 44 ડિગ્રી પહોંચી જાય છે. આ ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો હતો. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, લૂમાંથી આગામી 4થી 5 દિવસ રાહત રહેશે.

જોકે, જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પાક બગડવાની ભીતી છવાઇ છે. આ વિસ્તારના કેરી, તલ, મગ, અડદ તેમજ ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવા આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…