હજી તો પુત્ર એક વર્ષનો પણ નહોતો થયો ને અકસ્માત સર્જાતા આંખો પરિવાર ભેટ્યો મોતને

610
Published on: 3:50 pm, Tue, 26 April 22

આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક હદ્રયદ્રાવક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. લગભગ ત્રણ વર્ષ પહેલા તેમણે લવ મેરેજ કર્યા હતા. પરિવાર સુખેથી ચાલતો હતો 10 મહિના પહેલા ઘરે પુત્રનો જન્મ થયો હતો. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું, હશીખુશીથી ચાલતા પરિવારને જાણે કોની નજર લાગી ગઈ? આ ભયાનક અકસ્માતમાં હસતો પરિવાર ભાંગી પડ્યો હતો. પતિ-પત્ની અને તેમના વહાલા 10 મહિનાના પુત્રનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બિકાનેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં દંપતી અને તેમના 10 મહિનાના પુત્રનું મોત નીપજ્યું હતું. કોટાના રાવતભાટામાં રહેતા ગજેન્દ્રના શુચી સાથે ત્રણ વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. દંપતી જયપુરના વિદ્યાધર નગરમાં રહેતું હતું. ગજેન્દ્રને કામના સંબંધમાં અવારનવાર ફરવું પડતું હતું. પત્ની ઘરમાં એકલી રહેવા માંગતી ન હતી તેથી તેને સાથે લઈ ગયો. તે પ્રવાસે બિકાનેર આવ્યો હતો અને કામ પરથી પરત ફરતી વખતે એક દુઃખદ અકસ્માત થયો હતો.

ગજેન્દ્ર અને શુચીના ઘરે દસ મહિના પહેલા પુત્રનો જન્મ થયો હતો. ગજેન્દ્ર તેની પત્ની શુચી સાથે બે દિવસ પહેલા બિકાનેરના પ્રવાસે ગયો હતો. તેઓ અહીં એક હોટલમાં રોકાયા હતા. પ્રવાસ બાદ તેઓ જયપુર પરત ફરવાના હતા. તેઓ સાંજ સુધીમાં જયપુર પહોંચી જશે એવું વિચારીને રવિવારે બપોરે લગભગ એક વાગે નીકળ્યા હતા. પરંતુ, શ્રીડુંગરગઢના કિતાસર પાસે સામેથી આવતા પીકઅપ વાહને તેમને એટલી જોરદાર ટક્કર મારી હતી કે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ગજેન્દ્ર અને શુચીએ પ્રેમ લગ્ન કર્યા હતા. ગજેન્દ્રના એક મિત્રએ જણાવ્યું કે, બંને તેમના નાના પરિવારમાં ખુશ હતા. ગજેન્દ્રના કેટલાક સંબંધીઓ પણ જયપુરમાં રહેતા હતા. ગજેન્દ્રએ ક્યારેય શુચિને પોતાનાથી અલગ કરી ન હતી. બાળક નાનું હોવા છતાં તેને પોતાની પાસે રાખતો હતો.

ગજેન્દ્રના મિત્ર અબ્દુલ કય્યુમે મિડીયાને જણાવ્યું કે તેણે સમાચાર વાંચ્યા હતા કે રોડ અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. વિદ્યાધરનગરમાં રહેતા મૃતક વિશે માહિતી મળતાં સમાચારને ગંભીરતાથી વાંચ્યા. તે જ સમયે, વાહનનો નંબર જોતા, ખાતરી થઈ કે આ ગજેન્દ્ર સિંહ તેનો મિત્ર છે.

જાણવા મળ્યું છે કે, ગજેન્દ્ર સિંહના પિતા રાવતભાટામાં સ્કૂલ બસ ચલાવે છે. પુત્ર વારંવાર તેના માતાપિતાને મળવા જતો હતો. રવિવારે બનેલી ઘટનાના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હવે પરિજનો મૃતદેહને એકત્ર કરવા માટે બિકાનેર જવા રવાના થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…