જંગલીની જેમ બાઈક ચલાવી બાઈક સવારે વૃદ્ધ મહિલાને ફૂટબોલના દડાની જેમ ઉડાવી, જુઓ મોતનો ધ્રુજાવી દેતો વિડીયો

Published on: 6:17 pm, Mon, 29 May 23

Accident in Maharashtra: દેશમાં દરરોજ હજારો લોકો બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે મૃત્યુ પામે છે. તાજેતરનો કિસ્સો મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણે (Pune) થી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ઝડપી બાઇકે એક વૃદ્ધ મહિલાને એટલી જોરથી ટક્કર મારી હતી કે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (Accident Video) પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ દરમિયાન એક ઝડપી બાઇક તેને ઉડાવી દે છે.

કયાની છે ઘટના?
આ ઘટના પુણેના કર્વેનગર વિસ્તારની છે. પુણેના આ વિસ્તારમાં સગીરો દ્વારા બેદરકારીપૂર્વક વાહનો ચલાવવામાં આવે છે. એક મહિલા આ બેદરકારીનો શિકાર બની હતી, જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ મામલે હિંગણા હોમ કોલોનીના રહીશો બેદરકારી દાખવનારા વાહનચાલકો અને સાયલેન્સર અને હોર્ન વગાડીને અવાજ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા બેદરકાર વાહનચાલકો સામે તાત્કાલીક પગલા લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.

લોકોનું કહેવું છે કે આવા અકસ્માતો અટકાવવા નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે. આ માટે જાગૃતિ પણ ફેલાવવી જોઈએ અને મહત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર લગાવવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…