સુરતમાં વધુ એક અક્સ્માતે માસુમ યુવકનો ભોગ લીધો- ઘટના સ્થળે જ લીધા અંતિમ શ્વાસ

1028
Published on: 9:57 pm, Wed, 22 December 21

અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે. દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન, સુરતમાં કતારગામ-અમરોલી બ્રિજ પર અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતો યુવક કામ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત થતાં મોતને ભેટ્યો હતો. કતારગામ-અમરોલી બ્રિજ પર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી હતી. બ્રિજ પર મૃતદેહ પડેલો હોવાથી ત્યાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, કતારગામની ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ચૌધરી નામનો યુવક કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. ડ્રાઇવર તરીકે કામ કરતો જીગ્નેશ પોતાની બાઈક લઈને કતારગામ-અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, તે ત્યાં નીચે પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે બાઈક સ્લીપ થઈ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જીગ્નેશ ચૌધરીના પરિવારજનોએ જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. જીગ્નેશ ચૌધરીની ઉંમર 45 વર્ષની છે અને તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. જાણવા મળ્યું છે કે, ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે, જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે કેમ. જીગ્નેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. અમને જ્યારે માહિતી મળી ત્યારે જીગ્નેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…