મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઇવે, દવાખાને જતા ગોસ્વામી પરિવારનો નડ્યો ગોઝારો અકસ્માત – 4 લોકોને ભરખી ગયો કાળ

182
Published on: 4:13 pm, Tue, 30 August 22

ગુજરાત(Gujarat): કચ્છ ખાતે નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે મોડીરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત(Tragic accident)માં ચાર લોકોનાં કરુણ મોત(Tragic death of five people) નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દવાખાને જતા ગોસ્વામી પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને અગ્રણીઓ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, નખત્રાણામાં વસવાટ કરતા ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીમાં ખાનગી હોસ્પીટલના ડોકટરો પાસે સારવાર શરુ કરવામાં આવી હતી. દવા શરુ હોવા છતાં ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કાર મારફત બાળકીના ઈલાજ માટે માંડવી જી રહ્યા હતા. આ દરમિયાન કાર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનું પડીકું વળી જતા સાસુ, વહુ, પૌત્ર અને દિયરનું ઘટના સ્થળે જ મોત જીપજ્યું હતું, જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ગંભીર ઈજાઓ થતા નજીકની હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

અકસ્માત મૃત્યુ પામેલા 4 લોકોના નામ
કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉં. વ. 53 વર્ષ), સંગીતાબેન ચેતનભારથી (ઉં વ. 25 વર્ષ ), પરેશભારથી બચુભારથી (ઉં વ. 50 વર્ષ), મનભારથી ચેતનભારથી (ઉં વ. 3 વર્ષ)

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…