અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતાં રહે છે. જેમાં કેટલાંય લોકો પોતાનો જીવ ગુમાવે છે. એવો જ એક કાળમુખો અકસ્માત નવસારીમાં સર્જાયો છે. નવસારી કસ્બા ધોળાપીપળા પાસે પુરપાટ ઝડપે જતાં ટેન્કરે કારને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો .
આ ગોઝારા અકસ્માતમાં થયાં 5 લોકોના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, જે ગાડીનો અકસ્માત સર્જાયો તેના પરિવારમાં લગ્ન-પ્રસંગ હતો. જે લગ્નની ખરીદી માટે સુરતગયાં હતાં. અકસ્માતમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીનો દીકરાનું મોત થયું છે. અકસ્માત એટલો ભયવાહ હતો કે કન્ટેનરની નીચે ઈકો કાર આખીય ચગદાઇ ગઈ હતી.
આ ગોઝારી ઘટનામાં કન્ટેનરની અડફેટે કારનો ભુક્કો થઈ જતા ઈકો ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. તમામ મૃતદેહોને ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ભયંકર અકસ્માતમાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મીનાક્ષી પ્રફુલ પટેલ, પ્રફુલ લલ્લુ પટેલ, રોનક કાન્તી પટેલ, શિવ પ્રફુલ પટેલ, મનીષા મુકેશ પટેલ આ પાંચનાં ઘટના સ્થળે જ મોત થયા છે. ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં 25મી તારીખે લગ્ન યોજાવવાના હતા.
જે પહેલા આ દુર્ઘટના બનતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…