ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો: જાનમાંથી પરત ફરી રહેલા લોકોને નડ્યો ગંભીર અકસ્માત, વરરાજાના પિતા સહીત 2ના મોત

127
Published on: 12:45 pm, Thu, 24 November 22

વડોદરા(Vadodara): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહીં પાવીજેતપુર(Pavijetpur) તાલુકાના પાની ગામે જાન પરત આવતી હતી. તે સમયે બાર(Bar) મુકામે એક કાર(car) ઝાડ(Tree) સાથે ભયંકર રીતે અથડાઈ હતી. જેમાં 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, 12 મેના રોજ તનયકુમાર જશવંતભાઈ રાઠવાની જાન લઈને પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામે ગયા હતા. આ પછી તેઓ વહેલી સવારે 6 વાગ્યે પાની ગામે પરત ફરી રહ્યા હતા. ત્યારે બાર ગામના સ્મશાન પાસે જશવંતભાઈનો પોતાની કારના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે ભયંકર રીતે અથડાઈ હતી. આ પછી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન વરરાજા તનયકુમારના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવા (ઉ.વ.50)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ માનવભાઈ ભગવંતભાઈ રાઠવા (ઉ.વ.17)નું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ભગવંતભાઇ દામાભાઈ રાઠવા તથા અભયભાઈ જશવંતભાઈ રાઠવાને નાની મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.

આ રીતે, પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામે જઈ લગ્ન પતાવી વહેલી સવારે કન્યાને લઈને પાની ગામે પરત આવતા હોય ત્યારે 7.15 કલાકે અકસ્માત સર્જાતા વરરાજાના પિતા સહિત 2 વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓને વધુ સારવાર માટે વડોદરા મુકામે રીફર કરવામાં આવ્યા છે. તેથી જે ઘરમાં લગ્નનું વાતાવરણ હતું, ત્યાં જ માતમ છવાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…