કાળ બનીને આવેલો ટ્રક એક જ પરિવારના ત્રણ લોકોને ભરખી ગયો- ઘટનાસ્થળે જ ત્રણેયના મોત

185
Published on: 9:47 am, Sat, 18 December 21

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દરરોજ સામે આવતીરહે છે અને ત્યારે આવી ઘટનાઓમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે જેમાં કેટલાય નિર્દોષ લોકોને પણ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત મહેસાણાના જિલ્લામાં બન્યો હતો. આ દરમિયાન ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, મોતને ભેટેલા લોકો એક જ પરિવારના સભ્યો હતા. જેઓ મૂળ દાહોજ જિલ્લાના વતની હતા અને મહેસાણાના વાલમ ગામમાં મજુરી તરીકેનું કામ કરતા હતા. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિસનગર-ઊંઝા હાઈવે ઉપર કાંસા ગામ નજીક ગઈકાલે ગુરુવારે સાંજે એક માર્ગ અકસ્માતની અત્યંત ભયંકર ઘટના બની હતી. ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા.

આ ગોઝારા અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના વતની હોવાનુ અને મહેસાણાના વાલમ ગામે મજૂરી તરીકેનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યકિતના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ ઘટના અંગે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…