ઘાંઘળી રોડ પર બાઈક અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું નીપજ્યું કરુણ મોત

232
Published on: 9:45 am, Fri, 27 May 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન સિહોર પંથકમાં આજે સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. જેમાં બોટાદનો રહેવાસી યુવક તેની મંગેતર સાથે સિહોર આવ્યો હતો અને બંને પરત ફરતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, સિહોરમાં GIDC બાઇક નં.GJ-33-C-7004 અને ક્રેન નં. GJ-04-CF-0849 વચ્ચે ઘાંઘળી રોડ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોટાદના હિરેનભાઈ ચૌહાણ(23) નું મોત નીપજ્યું હતું. જ્યારે તેની મંગેતરને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતની જાણ થતા સિહોર પોલીસ અને નગરપાલિકાટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે સિહોર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, હિરેન બોટાદના પાળિયાદ રોડ પર આવેલી પ્રમુખ સ્વામી હેલ્થકેરમાં નાઈટ શિફ્ટમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતો હતો.

આજે સવારે તે તેની નોકરી પૂર્ણ કરીને મંગેતર સાથે તેના મિત્રની બાઈક લઈને સિહોર તરફ ફરવા આવ્યા હતા અને પરત ફરતી વેળાએ તેમણે અકસ્માત નડ્યો હોવાનું જાણ‌વા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…