બજરંગદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા ગામે થયેલ સંત હતા. તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે. બાપા સીતારામના એક એવા ચમત્કારો વિશે જાણીશું. 1906માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ 11 વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા.
બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ અને તેમાંય ભાવનગર જિલ્લામાં અનેક સંતો થઇ ગયા. બે બે વખત પોતાની જૂપડી ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શહીદોના ફંડ માટે લીલામ કરી નાખ્યું. એજ બજરંગ દાસ બાપુ હાલ વલભીપુર પાસે કાનપર ગામે ગોવિંદ પટેલ નામના એક ભક્ત હતાં. બાપુની આનંદથી ભક્તિ કરે બાપુના રંગે રંગાઈ ગયા હતા.
બાપુના ચરણોમાં પોતાનું સમર્ણપણ કર્યું હતું. ભક્તિનો રંગ લાગી ગયો હતો. પરમાત્મા ભક્તોની પરીક્ષા મોવ કરે. ત્રણ ત્રણ દુકાળ પડ્યા ખેતી વગર કોઈ આધાર ન હતો. માથે લેણાં વધવા લાગ્યા રાત્રે ઊંઘના આવે. માથાના વાળ જેટલું લેણું હતું. રાત્રે સૂવા માટે ત્રણ જગ્યા બદલાતા હતા. ત્યારે દુકાળ પડ્યો. તેમને ખેતરમાં કપાસ કર્યો હતો. એ વખત 18 હજાર રૂપિયા કપાસના વાવેતર માટે રોક્યા હતા. એમાં ઉપાડ માત્ર 8 હજાર રૂપિયા આવ્યા.
માથે લેણું વધવા લાગ્યું. એ 8 હજાર રૂપિયા લઈ વિચાર કર્યો છેલ્લે બગદાણા બજરંગદાસ બાપાના ચરણોમાં તેને આ પૈસા મૂકી દેવાનું વિચાર્યું. બગદાણા આવ્યા બાપાના ચરણોમાં 8 હજાર રૂપિયા મૂકી દીધા અને ઘરે આવી ઝેરી દવા પી લીધી. બાપાએ મોટર તૈયાર કરાઈ કાનપર આવ્યા. પોતાની વાડીમાં દવા પી તરફડીયા મારતો ગોવિંદ પટેલ સૂતો હતો. બાપા વાડીએ ગયા ગોવિંદ પાસે ઉલટી કરાવીને બધી દવા કાઢવી નાખી.
અને કહ્યું કેમ આવું કર છે? ગોવિંદે કહ્યું મારા માથે લેણું વધી ગયું છે. બાપાએ કહ્યું આવા ગાંડા ના કાઢીશ નરસિંહ મેહતા હૂંડી મારો નાથ સ્વીકારતો હોય તો તારે દવા પીને મારવાની શું જરૂર છે અને કહ્યું ગોવિંદ મારી સાથે ગામમાં ચાલ તારા બધા લેણેદાર ને બોલાવ. પછી બધા ને બોલાવ્યા અને ત્રણ દિવસ સુધી બાપા રોકાયા અને ગોવિંદ પટેલનું લેણું ચૂકવી દીધું. એટલું જ નઇ કરિયાણા દુકાનથી લઈ લોટની ઘંટી સુધી બધાના લેણાં ચૂકવી દીધા અને કહ્યું હવે ક્યારેય મુંઝાતો નઈ. હવે એક પછી એક ગોવિંદ પટેલની સંપત્તિ વધવા લાગી.
હવે આપણે બાપાના બીજા પરચા વિશે વાત કરીશું. એકવાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માનીને બાપા બજરંગ દાસએ ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ખાડો બનાવ્યો દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢ્યું તે અને એ ખાડા માંથી મીઠુ પાણી નીકળ્યું હતું અને ત્યાં એ લોકો બાપાના સરણ માં આવી ગયા હતા.
એક સમયે બાપ ઔરંગાબાદમાં ગયા હતા અને તેમણે એક મકાન ની અગાસી ઉપર એક બાળક ફરતું હતું અને અચાનક એ બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી જતું જોયું તો બાપા એ તે પડી ગયેલ બાળકને તેડીને બચાવી લીધુ હતું અને તેના માં બાપ ને સોંપ્યું હતું. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ, બાપા બજરંગદાસ અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે.
બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…