હાલ બનાસકાંઠા જીલ્લામાં અતિ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી છે. 2017 બાદ બનાસ નદી બે કાંઠે વેહતા પાલનપુર-આબુ રોડ એક બાજુથી બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી વાતાવરણ વચ્ચે જન્માષ્ટમીના તહેવારોને લઈને ગુજરાતથી આબુ હિલ સ્ટેશન જવા માટે લોકોની જનમેદની ઉમટી પડી છે. એવા સમયે પાલનપુર આબુ રોડ ભારે વરસાદને પગલે એક બાજુનો બંધ કરાયો છે, જેને લઇને વાહનોની 5 કિ.મી. લાબી કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુના માર્ગ પર ફક્ત મોટાં વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. હાઇવેની બંને બાજુના માર્ગો પર પોલીસ ઊભી રખાઈ છે, જેથી નાનાં વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જ્યારે કોઇ વાહનો ફસાય તો એને કાઢવા માટે ક્રેન પણ તહેનાત કરાઈ છે.
બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદના કારણે ભીલડી-બલોધર રોડ, ભીલડી, નેસડાસ પેપળુ રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી-વડલાપુર રોડ, કંસારી-શેસુરા રોડ, ગૂગળ એપ્રોચ રોડ, પેપરાળ-ગણતા રોડ, લાખણી, ગોઢથી છત્રાલા રોડ, છાપી-કોટડી રોડ, ચાંગા-બસુ રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીના રોડ બંધ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
પાલનપુરમાં સવારે 8થી 10 વાગ્યા વચ્ચે માત્ર બે જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે બનાસકાંઠાના દાંતીવાડમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુઇગામમાં પણ સવારથી અત્યારસુધી 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડીસામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. અમીરગઢમાં સવા ઇંચ, થરાદમાં 1 ઇંચ, કાકરેજમાં 23 મિમી અને વાવામાં 21 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણી આવક વધી છે જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં 64644 ક્યૂસેક પાણીની આવક થઇ હતી, જે હજુ ચાલુ જ છે તેમજ ડેમમાં અત્યારે લેવલ 577.20 પહોંચ્યું છે. 36.70 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે અપીલ કરી છે. પ્રકૃતિનો આનંદ માણવા, સેલ્ફી લેવા જવાનું ટાળીને દુર્ઘટના થતી અટકાવવા કલેક્ટરે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 125 મિમી, કાંકરેજમાં 104 મિમી, ડીસામાં 183 મિમી, થરાદમાં 54 મિમી, દાંતામાં 143 મિમી, દાંતીવાડામાં 163 મિમી, દિયોદરમાં 141 મિમી, ધાનેરામાં 111 મિમી, પાલનપુરમાં 111 મિમી, લાખણીમાં 74 મિમી, વડગામમાં 152 મિમી, વાવમાં 74 મિમી અને સુઈગામમાં 55 મિમી વરસાદ નોંધાયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…