અંગદાન એ જ મહાદાન: વાપીમાં બ્રેઇનડેડ થયેલ યુવકે એકસાથે 3 લોકોને આપ્યું નવજીવન

515
Published on: 10:47 am, Thu, 28 April 22

અંગદાન એ જ મહાદાન કહેવામાં આવે છે. અંગદાન પહેલાં ખુબ જ ઓછા લોકો કરતાં હતાં. હાલમાં અંગદાનને લઈને ખુબ જ જાગૃતતા આવી ગઈ છે. વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાનનું પુણ્ય કરાવવામાં આવ્યું. બોરડીમાં જીનલ ટાયરના નામથી વિવિધ કંપનીઓના ટાયરની ડીલરશીપ ધરાવતો એક યુવાન યશ 13 એપ્રીલના રોજ રાત્રે 8:30 કલાકે પોતાની દુકાનથી પોતાના ઘરે મોટરસાઈકલ પર આવી રહ્યો હતો.

ત્યારે ગોવાડા કોસ્ટલ હાઇવે ખાડીના પુલ પર ગુજરાત તરફના છેડે મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં બ્રેઇનડેડ થયું હતું. તેને ઉમરગામમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વાપીમાં આવેલ હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

ડોનેટ લાઈફ સંસ્થા
નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલથી અમદાવાદની IKDRC સુધીના 362 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવી કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડાયુ. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1009 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

1009 અંગો અને ટીસ્યુઓનું દાન 
જેમાં 424 કિડની, 181 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 326 ચક્ષુઓના દાનથી કુલ 922 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મળી છે. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

યશની પત્ની માનસીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો.

યશના પરિવારમાં તેની પત્ની માનસી 21 વર્ષ, 4 વર્ષની પુત્રી જીનલ, 2 વર્ષનો પુત્ર તનિષ્ક, પિતા ઝવેરલાલ 64 વર્ષના છે. યશની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું. મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેની કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…