મધરાત્રે પંચર કરી રહેલ ચારે યુવાનો પર ફરી વળ્યું મોતરૂપી કારનું ટાયર- ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોત

357
Published on: 6:01 pm, Sat, 23 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક ખુબ ભયંકર ઘટના સામે આવી છે કે, જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં આ દુર્ઘટના બની જવા પામી છે. 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે રાત્રીના સમયે આ ગૌઝારી ઘટના બની હતી.

કપાસથી ભરેલા મેટાડોરમાં પંચર પડતાં યુવાન ટાયર બદલી રહ્યો હતો. આવા સમયે અચાનક જ અજાણ્યા કારચાલકે તેને કચડતાં મોત થયું હતું. આ ઘટનામાં અન્ય 4 લોકોનેગંભીર રીતે ઇજા પહોંચતાં સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ પહોંચી હતી. જો કે, કારચાલક કાર મૂકીને ભાગી ગયો છે.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા:
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા 150 ફૂટ રિંગ રોડ પર મેટાડોર તથા કાર વચ્ચે અકસ્માત સર્જાતા મેરામ બાવાભાઇ મંગસ્વા, ગોવિંદ ધનાભાઈ માટિયા, દિનેશ રતિભાઇ લંગડા, દિનેશ ચાવડા તથા અજય મકવાણાને ગંભીર રીતે ઇજા પહોંચી હતી, જેથી તમામ લોકોને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા કે, જેમાં ખુબ ગંભીર રીતે ઈજા થતાં અજય મકવાણાનું મોત થયું હતું.

જેક દેવા આવ્યો અને યુવાનને મોત મળ્યું:
પોલીસ હોસ્પિટલે દોડી જઈને તપાસ કરતાં ઘવાયેલા મેરામભાઈ મેટાડોર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પંચર પડ્યું હતું. મેરામભાઇએ ફોન કરીને બોલાવતાં અજય જેક લઈ આવ્યો હતો તેમજ હવે ટાયર બદલાવતાં હતાં એ દરમિયાન અજાણ્યા કારચાલકે તમામ લોકોને અડફેટે લીધા હતા કે, જેમાં અજય મકવાણાનું મોત થતાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…