અમેરિકામાં રહેતાં ગુજરાતનાં યુવકને ભરખી ગયો કાળ- ઘટનાની જાણ થતાં જ તેનાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

Published on: 12:56 pm, Fri, 17 June 22

કેનેડામાં આપણા ભારતના ઘણાં યુવાનો થોડા સમયમાં મૃત્યુ પામ્યા છે. હમણાંને હમણાં ભારતનો 7મો યુવાન મોતને ભેટ્યો છે. ત્યારે હવે અમેરિકામાં પણ એક ગુજરાતી મારી નાખ્યા નાં સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થતાં ચકચાર મચી ગયો છે. લૂંટના ઇરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકને પોઇન્ટ બ્લેકથી ગોળી ધરબી હત્યા કરી નાખી હતી.

લૂંટના ઇરાદે આવેલ લોકોએ ગુજરાતી યુવકની કરી હત્યા
આ યુવક આણંદનો વતની હતો. આણંદના યુવકની હત્યા કરાઈ હોવાના વવાડ વતનમાં વહેતા થતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે. ત્યાં મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના મુળ સોજીત્રા ગામનો વતની પ્રેયર્સ પટેલ છેલ્લાં કેટલાંય સમયથી અમેરિકામાં સ્થાઈ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દરમિયાન  અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં જ્યાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસાલે શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોક પર કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસ બોલાવવામાં આવી હતી.

જ્યા પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા હતા. જેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા. જ્યા પોલીસની તપાસમાં મૃતક યુવક ન્યુયોર્ક ટાઉનના પ્રેયસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…