હ્રદયની બીમારીથી પીડાતો હતો મિત્ર, તો યુવકે રાખી માં મોગલની માનતા અને એક મહિનામાં જ સર્જાયો ચમત્કાર

107
Published on: 5:14 pm, Wed, 28 September 22

ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. તેમજ જીવનમાં એક સારો મિત્ર હોવો ખુબ જ જરૂરી છે. મિત્રતાનો આજે અમે તમને એક એવા જ કિસ્સા વિષે જણાવીશું. માં મોગલનું નામ લેવા માત્રથી જ બધા ભકતોના દુઃખ દૂર થતા હોય છે. માં મોગલની સાચા દિલથી યાદ કરવામાં આવે તો માં મોગલ ભકતોની મદદ માટે દોડી આવે છે. માં મોગલે આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, એક યુવકના પરમ મિત્રને હ્રદયની બીમારી થતા યુવક ખુબજ ચિંતામાં આવી ગયો હતો. તે કોઈપણ રીતે પોતાના મિત્રનો જીવ બચાવવા માંગતો હતો. તેથી આ યુવકે પોતાના મિત્રને સારું થઇ જાય તેની માટે માં મોગલની માનતા રાખી કે કારણ કે માં મોગલ દરેક દિન દુખીયાના દુઃખ દૂર કરે છે. તો યુવકે પણ માનતા માની કે તેના મિત્ર ને હૃદયની બીમારી દૂર થઇ ગઈ તો કાબરાઉ ધામ આવીને તેમના ચરણોમાં ૧૦ હજાર રૂપિયા ચઢાવશે.

આ પછી માનતા માન્યના થોડા જ સમયમાં યુવકના મિત્રમાં રિકવરી આવવા લાગી. ધીરે ધીરે માં મોગલના આશીર્વાદથી તેનો મિત્ર ખુબજ સારો થઇ ગયો. તેની જાણકારી મળતાની સાથે જ ખુશીઓ છવાઈ ગઈ. યુવક પોતાના મિત્રને લઈને કાબરાઉ પહોંચ્યો અને ત્યાં જઈને માં મોગલના દર્શન કરી મણિધર બાપુને માનતાના પૈસા આપ્યા તો મણિધર બાપુ એ જણાવ્યું કે માં મોગલે તારી ૧૦ ઘણી માનતા સ્વીકારી આ રૂપિયા તારી બેનને આપી દેજે. માં મોગલ પર વિશ્વાસ રાખજે કયારેય દુઃખી નહિ થાય. આ રીતે માં મોગલ પોતાના ભક્તોના દરેક દુ:ખ દુર કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…