
કોરોનાકાળમાં અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે કેટલાક લોકોએ તો આપઘાત પણ કરી લીધો છે. જયારે કેટલાક લોકોએ હિમ્મત હાર્યા વિના પોતાની આગવી સુઝબુઝ તથા અથાગ પરિશ્રમથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આવી કપરી સ્થિતિમાં એક મહિલાએ હિંમત હાર્યા વગર ફરીવાર જિંદગીની ગાડી પાટે ચઢાવી છે. રાજકોટ શહેરમાં કપડાંનો વેપાર કરતી એક મહિલાએ લોકડાઉનમાં સ્કૂટરને દુકાન બનાવી લીધી છે. તેમણે શેરીએ શેરીએ ફરીને ઠપ્પ થયેલ કપડાંનો વેપાર ફરી એકવાર શરૂ કરી દીધો છે. હાલમાં તેઓ મહિને 35,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ધંધો બંધ થયો તો હિંમત રાખીને નવો રસ્તો શોધ્યો:
શહેરમાં જ રહેતા ખુશ્બુબેન રાયઠઠ્ઠા પહેલા મહિલાઓ માટેનાં કપડાં જેમ કે, ચણીયા-ચોળી, બનારસી,બાંધણી તથા લખનવી સહિત દુપટ્ટાઓ વગેરેનું શહેરની માર્કેટમાં વેચાણ કરી રહ્યા હતા. જો કે, કોરોના કાળમાં કેટલાક સ્થળોએ ભરાતી બજારો બંધ થઈ જતા અન્ય લાખો વેપારીઓની માફક ખુશ્બુબેનનો કપડાંનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો હતો. હિંમત હાર્યા વગર ખુશ્બુબેને નવો રસ્તો શોધ્યો હતો. તેઓની આ કામગીરીનાં શહેરીજનો પણ વખાણ કરી રહ્યા છે.
શેરીએ શેરીએ ફરીને મહિલાઓ માટેના કપડાં વેચવાનું શરૂ કર્યું:
આનાં વિશે જણાવતા ખુશ્બુબેન જણાવે છે કે, પહેલા અમે ચણીયા-ચોળી તથા દુપટ્ટાનો વેપાર કરી રહ્યા હતા. જયારે લોકડાઉનમાં લગ્ન પ્રસંગ બંધ હોવાને લીધે કામકાજ ઠપ્પ થઈ જતાં ગુજરાન ચલાવવું ખુબ અઘરું બની ગયું હતું. જેને લઈ મેં મારા સ્કૂટરને જ દુકાન બનાવવાનો તેમજ એમાં બેસીને ઘરે-ઘરે જઈ મહિલાઓની રોજિંદી જરૂરિયાતની વસ્તુ જેવી કે, કુર્તી, લેગીસ, ટીશર્ટ વેચવાનો નિર્ણય લીધો હતો.
મારા આ નિર્ણયને મારા પતિ જીતેશે પણ આવકાર્યો હતો. ફક્ટત આટલું જ નહીં પણ આની માટેની જરૂરી તમામ વ્યવસ્થા કરી આપતા મારી હિંમતમાં વધારો થયો હતો. મેં સ્કૂટર પર શેરી-ગલીઓમાં ફરીને મહિલાઓ માટેનાં કપડાં વેચવાનું શરૂ કરી દીધું હતું.
લોકડાઉન પહેલાં બજારોમાં થતાં વેપાર કરતાં વેપાર થવા લાગ્યો:
શરૂઆતમાં લોકો મારી પાસેથી કપડાં લેવામાં થોડા ખચકાતા હતા પણ મારી પાસે રહેલ કપડાંની અનેકવિધ પ્રકારની વેરાયટી તેમજ મારા મિલનસાર સ્વભાવને લઈ ધીરે-ધીરે વેપાર થવા લાગ્યો હતો. ત્યારપછી કોઈપણ જાતની જાહેરાત વગર લોક મુખે થયેલા પ્રચારને લઈ મારા કપડાંની વેરાયટીઓ ખરીદવા માટે લોકો મારા સ્કૂટરની રાહ જોવા લાગ્યા હતા.
આની સાથે જ શહેરની જુદી-જુદી બજારોમાં ફરી જેટલું વેચાણ થતું હતું તેનાથી પણ વધારે વેપાર થવાની શરૂઆત થઈ ગયું છે. હાલમાં તો મારી માસિક આવક 35,000 રૂપિયાથી પણ વધારે થાય છે. આમ, કોરોનાકાળમાં મારો આ નિર્ણય ખુબ કારગર સાબિત થયો હતો.
મિલનસાર સ્વભાવને લીધે ગ્રાહકો વધવા માંડ્યાં:
આજના સમયમાં લોકો પાસે સમયનો અભાવ છે ત્યારે ખુશ્બુ બેન મહિલાઓને ઘર આંગણે શોપિંગ કરવાની સુવિધા આપે છે. જેને કારણે મહિલાઓ તેમને ફોન કરીને ઘરે બોલાવી લે છે તેમજ ખુશ્બુબેન પણ પોતાના સ્કૂટર પર જ કપડાની વેરાયટીનો તમામ સામાન લઈને પહોંચી જાય છે.
આની સાથે જ જો કોઈપણ મહિલાએ બોલાવ્યા પછી પણ સામાન પસંદ ન પડે તો જરા પણ દુઃખ લગાડ્યા વગર હંસતા મોઢે અન્ય સ્થળે પહોંચી જતા હોય છે. તેમના આ સ્વભાવને લીધે હવે કાયમી તેમની પાસેથી જ ખરીદી કરનાર ગ્રાહકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…