
ગુજરાત(gujarat): રાજ્યમાં રહસ્યમય મોતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. અવાર-નવાર રહસ્યમય રીતે રાજ્યમાં અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ એક લાલબતી સમાન ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. સુરતમાં આવેલા અમરોલી(Amaroli) વિસ્તારમાં એક મહિલા પોતાના ઘરની બાલ્કનીમાં કપડા સૂકવી રહી હતી અને ત્યારે અચાનક પાંચમાં માળેથી પટકાતા મહિલાનું કરુણ મોત થયું છે.
પરિણીતા રોજના ક્રમ અનુસાર આજે પણ બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી. ત્યારે અચાનક પાંચમાં માળેથી નીચે પટકાતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યાર બાદ સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયુ છે. જયારે આ ઘટના વિષે પરિવારને જન થઇ ત્યાર બાદથી પરિવારની આંખોના આંસુ સુકાઈ રહ્યાં નથી માત્ર 26 વર્ષની નાની ઉંમરે પરિણીતા સાથે બનેલા આ બનાવના કારણે પરિવાર ની સાથે સાથે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગેલેરીમાં કપડાં સુકવતા સુકવતા અચાનક નીચે પટકાઈ હતી. પાંચમા માળેથી નીચે પડતા પરિણીતાને ખુબજ ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ તેને સારવાર માટે તાત્કાલીત હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. મળેલી માહિતી અનુસાર મૂળ ગિર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની હતા અને હાલ સુરતમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શ્રીજી પૂજન રેસીડેન્સીમાં મયુર ભરત ત્રિવેદી રહે છે.
તેઓ ફેબ્રિકેશનનો ધંધો કરી પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. 26 વર્ષીય કૃપા ઉર્ફે કિંજલબેનનું કરુણ મોત થયુ છે. તેઓ છાપરાભાઠા સ્વામિનારાયણ મંદિરની બાજુ શ્રીજી પૂજન રેસિડેન્સીમાં વસવાટ કરે છે. મયુર ત્રિવેદીના પત્ની કૃપા (26) ગત તારીખ 18 ફેબ્રુઆરીએ પોતાના ઘરની ગેલેરીમાં કપડાં સુકાવી રહ્યા હતા ત્યારે અચાનક કપડાં સુકવતી વખતે દોરી તૂટતા તે પાંચમા માળેથી નીચે પટકાયા હતા.
પાંચમા માળેથી નીચે પડ્યા હોવાથી તેમને શરીરે ખુબજ ગંભીર ઈજા થઇ હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવાઈ હતી. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…