માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: અમદાવાદમાં બે વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઈ અને શ્વાસનળીમાં…

328
Published on: 12:43 pm, Fri, 17 December 21

ઘરમાં નાના બાળકો ધરાવતા માતા-પિતાએ નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે, નહિતર નાનીએવી ભૂલ ગંભીર અકસ્માત સર્જી શકે છે. હાલ આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે, જ્યાં બે વર્ષની બાળકી એલઇડી બલ્બ ઘટી ગઈ હતી અને બલ્બ શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. ઘણીવાર બેજવાબદાર માતા પિતાની એક નાનકડી ભૂલના કારણે બાળકોને મોટી કિંમત ચૂકવવી પડે છે, અહીં આવો જ એક કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવતા ડોક્ટરો ચોંકી ઊઠયા હતા. મળતી માહિતી અનુસાર બે વર્ષની નાની બાળકી, રમકડાં રમતા રમતા એલઇડી બલ્બ ગળી ગઈ હતી. અને આ બલ્બ બાળકીના શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. માતાને આ વાતની જાણ થતા, તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરિસ્થિતિ સમજતા જ ડોક્ટરોએ બાળકીની સારવાર હાથ ધરી હતી.

સૌથી પહેલાં તો હોસ્પિટલ દ્વારા બાળકીના એક્સ-રે અને સીટીસ્કેન કરવામાં આવ્યો હતો. ડોકટરને રિપોર્ટમાં સાફ સાફ દેખાયું હતું કે, બાળકીના ગાળાના ભાગે શ્વાસ નળીમાં આ બલ્બ ફસાઈ ગયો છે. તુરંત જ તબીબોએ સર્જરી શરૂ કરી હતી, અને ભારે જહેમત બાદ બાળકીના ગળામાંથી આ બલ્બ રૂપી મુસીબત દૂર કરી હતી. જો સારવારમાં થોડું પણ મોડું થયું હોત, તો બાળકીને બચાવી ખૂબ જ મુશ્કેલ સાબિત થાત.

ડોક્ટરે જણાવ્યું હતું કે, બલ્બ ના બંને છેડા માંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં અને બીજો છેડો ડાબી બાજુના ફેફસામાં ફસાઈ ગયો હતો. ભારે જહેમત બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીની સર્જરી કરીને નવજીવન આપ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…