આહીર પરિવારમાં છવાયો સન્નાટો: કાર કેનાલમાં ખાબકતા પતિ-પત્ની દાંપત્યજીવનની શરૂઆત કરે તે પહેલા જ લીધા અંતિમ શ્વાસ

478
Published on: 12:40 pm, Mon, 17 January 22

દેશમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા આ નવદંપતીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી છવાઈ જવા પામી છે.

મળતી માહિતી મુજબ, કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા અને બોનેટ પર ચઢી ગયા હતા. ઉપરાંત એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતું અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.

જાણવા મળ્યું છે કે, હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ આહીર (ઉંમર વર્ષ 22) અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે શનિવારે સવારે અજીતગઢ ગામેથી કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. આ દરમિયાન, જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા નજીક પસાર થતી વખતે માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેમની કાર ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. જેમાં મિત્તલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ પણ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્નને હજી દસ મહિના જ થયા હતા અને સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને જણા ગાડીના કાચ તોડીને બહાર નીકળી ગયા અને બોનેટ પર પણ ચઢી ગયા હતા. આ દરમિયાન, એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતુ અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ. પણ દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિતના મોટી સંખ્યામાં લોકો કેનાલના કાંઠે દોડી આવ્યા હતા. તેમજ માળીયા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…