દ્વારકા જઈ રહેલા ભાવનગરના પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત- એક જ પરિવારના 4 લોકોના મોત

602
Published on: 1:01 pm, Sun, 26 December 21

તાજેતરમાં દ્વારકા લીમડી હાઇવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તેમજ એક નાનકડા બાળકને સારવાર માટે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બાળકનો બચાવ ચમત્કારિક રીતે થયો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદનો એક પરિવાર દ્વારકા જઈ રહ્યો હતો. આ દરમિયાન, દ્વારકા લીંબડી નેશનલ હાઇવે ઉપર દ્વારકાથી લગભગ પંદર કિલોમીટર દૂર ચરકલા નજીક આંબલીયા ચોકડી નામના વિસ્તાર પાસે તેઓ પહોંચ્યા હતા. આ દરમિયાન, સામેથી પૂરઝડપે મોટર કાર આવતા બંને કાર ધડાકાભેર અથડાઈ હતી.

આ કાર એટલી ઝડપે આવતી હતી કે, સામેવાળી કાર સાથે અથડાયા બાદ કાર રોડ પરથી ઊછળીને નજીકના ખાળીયામાં પાંચથી છ જેટલા ગલોટિયા ખાઈને પડી ગઈ હતી. આટલા બધા ગાલોટીયા ખાધા બાદ પણ બાળકને કશુ થયું નહોતું.

જ્યારે તેમાં સવાર અન્ય ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે એક નાનકડું બાળક હતું અને આ બાળક બચી ગયું હતું. અકસ્માત સર્જાતા તરત જ હાઇવે ઉપર પસાર થતા વાહનો થંભી ગયા હતાં અને નજીકના મુસાફરો દોડી આવ્યા હતા.

જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના નામ રોનક વિજય ભાઈ રાજપુત અને તેમના પતિ પૂજા રોનક ભાઈ રાજપુત છે. તેમજ રોનકની બહેન મધુબેન વિજય ભાઈ રાજપુત તેમજ તેમની સાથે ભૂમિબેન અલ્પેશભાઈ ચૌધરીએ પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ 4 લોકોની સાથે સાથે આજે રાજ્યમાં ટોટલ સાત મહિલાઓના અકસ્માતના કારણે મોત નીપજ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે, તેઓ આ તમામ મૃતકોની આત્માને શાંતિ આપે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…