નાની ઉંમરમાં મોટું નામ: સાડા ત્રણ વર્ષીય ગુજરાતનો આ બાળક દર મહીને કરે છે 50,000 કમાણી

Published on: 5:49 pm, Thu, 26 January 23

આજે આપણે ગાંધીધામના એક એવા બાળ કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ છે કે, જેણે અત્યારે ફક્ત સાડા ત્રણ વર્ષનો છે પરંતુ દર મહિને 50,000 રૂપિયાની કમાણી કરે છે તેમજ તે પણ કુદરતે આપેલ બક્ષિસ કલાના માધ્યમથી, મોબાઇલ તથા સોશિયલ મીડિયાના આધુનિક સમયમાં ગાંધીધામમાં રહેતા સાડા ત્રણ વર્ષના રાજવીર કુલદીપ રાજગોરના લાઇકી એપમાં લાખો ફોલોઅર રહેલા છે.

જેમાં છેલ્લા 6 મહિનામાં કુલ 2.5 લાખ ફોલોઅર વધ્યા છે. આ અંગે ગાંધીધામમાં રેડિમેડ ગારમેન્ટના ધંધાની સાથે સંકળાયેલ રાજવીરના પિતા કુલદીપ રાજગોર તેમજ રાજવીરના માતા અલ્પાબેન કહે છે કે, રાજવીર જ્યારે ફક્ત 10 માસનો હતો ત્યારે ઘરમાં મહાદેવની પૂજા રાખી હતી કે, જેમાં કોઇએ રાજવીરને શિખવાડ્યું ન હતું તેમ છતાં તેણે જાતે જ પૂજા કરવાની શરૂઆત કરી હતી.

આની સાથે જ તે વીડિયો ઉતારીને સોશીયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો બસ ત્યારથી જ આ વીડિયો જોઇને અનેક લોકો રાજગોરના આ વીડીયોને લાઇક કર્યો એ તો ભલે પણ મુંબઇ, અમદાવાદ તેમજ દીલ્હી ગયા ત્યારે રાજવીરને જોઇ કેટલાક લોકો તેને ઓળખી જતા તેમજ તેની સાથે સેલ્ફી પડાવતા.

આ વીડીયો બનાવ્યા પછી જ્યારે વિદેશ ગયા ત્યારે એર હોસ્ટેસથી લઇને વિદેશના એરપોર્ટ પર પણ લોકો તેના આ વીડિયોને લીધે એને ઓળખી જતા હતા તથા સેલ્ફી પડાવતા ત્યારે સૌને અચરજ પણ થયું સાથે એ પણ સમજાઈ ગયું હતું કે, રાજવીરમાં કોઇક કુદરતી શક્તિ રહેલી છે.

રાજવીરમાં નાનપણથી જ એવી કુદરતી શક્તિ રહેલી છે કે, તેના અલગ અલગ અદાથી શૂટ કરવામાં આવેલ વીડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે કે, જેમાં તેને હિન્દી બોલતાં ન આવડતું હોવા છતાં કોઇપણ ડાયલોગ અથવા તો ગીતમાં લીપ મુવમેન્ટની સાથે એક્સપ્રેસન એ રીતે આપે છે.

જાણે તે જ આ ડાયલોગ બોલતો હોય તેમજ આ જન્મજાત તેનામાં કુદરતી બક્ષિસ કલા સ્વરૂપે હોવાને લીધે જ અને એટલે જ તેની ફેશન ઇન્ડ્રસ્ટ્રીઝમાં લેવાઇ છે તેમજ રાજવીરને મોડેલિંગ તથા બોલિવુડમાંથી ઓફર પણ આવે છે આગામી દિવસોમાં તે 2 સીરિયલમાં પણ ચમકશે.

ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમનો એવોર્ડ સુસ્મિતાસેનના હસ્તે મળ્યો: 
રાજવીર રાજગોર પોતાની આંતરિક શક્તિને લીધે કલા ક્ષેત્રે ફક્ત સાડા ત્રણ વર્ષની ઉંમરમાં જ કામણ પાથરી ચુક્યો છે જેમાં શો-ઓફ ક્લીક્સ દ્વારા યોજવામાં આવેલ ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમની સ્પર્ધામાં તે વિજેતા બન્યો ત્યારે તેને 30 જુલાઇ વર્ષ 2019 ના મુંબઇના મહેબૂબ સ્ટુડિયોમા અભિનેત્રી સુસ્મીતા સેનના હસ્તે એવોર્ડની સાથે સુસ્મીતા સેન સાથે તેનું ફોટો શૂટ પણ કરવામાં આવ્યું હતું.

ગરબા કિંગ કિંજલ દવેની સાથે 2 આલ્બમમાં સૌને મોહી લીધા રાજવીરે:
આ રાજવીર રાજગોરે ગરબા કીંગ તરીકે જાણીતી કિંજલ દવેની સાથે 2 વિડિયો આલ્બમમાં પોતાની કળાથી સૌના મન મોહી લીધા હતા. જેમાં માખણ ચોર આલ્બમે તો ધૂમ મચાવી તેમજ સાડા ત્રણ વર્ષનો ગાંધીધામનો રાજવીર રાજગોર હાલમાં સેલીબ્રીટી બની ચુક્યો છે તેમજ 500 કિમી દુરથી ઇન્સ્ટાગ્રામ થકી કોન્ટેક્ટ કરીને લોકો ગાંધીધામ રાજવીર જોડે સેલ્ફી લેવા માટે આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…