બોટાદમાં શાળાએથી છુટીને ઘરે જતા માસુમ બાળકને ડમ્પરે અડફેટે લેતા ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું

88
Published on: 3:40 pm, Thu, 28 October 21

માર્ગ અકસ્માતની અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે. અવારનવાર સર્જાતી રહેતી ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાને લીધે કેટલાય પરિવારો નિરાધાર બનતા હોય છે તેમજ શોકનો માહોલ ફરી વળતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ભયંકર ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

રાજ્યમાં આવેલ બોટાદ શહેરના પાળીયાદ રોડ પર બપોરના સમયે સ્કૂલ બસમાંથી નિચે ઉતરતી વખતે વિદ્યાર્થીને ડમ્પર ચાલકે રોંગ સાઇડમા ડમ્પર હકારીને અડફેટે લેતા ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનુ ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતું.

બોટાદમાં આવેલ આદર્શ સ્કૂલમા ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દર્શન ગભરૂભાઇ ખાંભલા તેમજ હાલમાં બોટાદની પાળીયાદ રોડ પર આવેલ યોગીનગર સોસાયટીમાં રહેતો વિદ્યાર્થી બપોરે શાળાઈથી છુટીને સ્કૂલ બસમાં પોતાના ઘરે યોગીનગર સોસાયટીના રસ્તા નજીક બસમાંથી નીચે ઉતરી ઘર બાજુ જઇ રહ્યો હતો.

આ દરમિયાન પાળીયાદથી બોટાદ બાજુ આવતા કાળમુખા ડમ્પરે રોંગ સાઇડમા આવીને આ વિદ્યાર્થી દર્શનને અડફેટે લેતા તેનુ ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતુ. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનુ ડમ્પર મુકી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ સ્કૂલ સંચાલકને થતા શિક્ષક સ્ટાફે વિદ્યાર્થીના ઘરે તથા પોલીસને જાણ કરી હતી.

પાળીયાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ વિશે સ્કૂલ બસના ચાલક કરણસિંહ દાનસંગભાઇ મકવાણાએ ડમ્પરના ચાલક વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…