
અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે જેમાં કેટલાય લોકો સોશિયલ મીડિયામાં મળે છે અને પછી પ્રેમ સંબંધમાં બંધાઈ છે આ ઘટના એવી જ કંઈક છે. આ ઘટના તિરુવનંતપુરમ્ ની છે.
એક અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે મહિલાએ ફેસબુક પર એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી અને થોડો સમય જતા મિત્રતા પ્રેમ સંબંધમાં ફરી ગઈ હતી. આ મહિલા પરણી હતી અને તે એક નાની બાળકીની માતા પણ હતી.
જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મહિલા અને ફેસબુક પર મળેલ વ્યક્તિ નજીક આવતા ગયા એક વખત ફેસબુક પર મળેલ વ્યક્તિએ મહિલાને કીધું કે તું તારા પતિ અને બાળક ને છોડીને મારી સાથે રહેવા આવું મહિલા પ્રેમમાં એટલી બધી ગાડી થઈ ગઈ હતી કે તેણે તેની બાળકી ની હત્યા કરી દીધી.
થોડા દિવસ પહેલા પોલીસને નવજાત બાળકીની લાશ મળી હતી. પોલીસે આ વાત ની તપાસ ચાલુ કરતાં તેને જાણવા મળ્યું કે આ બાળકીની હત્યા તેની માતાએ જ કરી દીધી હતી.
પોલીસે વધારે જણાવતા કહ્યું કે થોડા દિવસ પહેલા જન્મના થોડા કલાકો પછી એક નવજાત બાળક સૂકા પાંદડા ઢગલામાંથી મળી આવ્યો હતો.આ નવજાત બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં પાછળથી તેનું અવસાન થયું હતું.તેની હત્યા નો આરોપ તેની માતા ઉપર લાગતા તેની માતા ની પણ ધરપકડ કરવામાં આવી હતી.