
ગુજરાતના જામનગરમાં દિલ ધડક ઘટના સામે આવી છે. બંને જીગરજાન દોસ્તો ના એકસાથે કમકમાટી ભર્યા મોત થતા સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છવાયો હતો. આ ઘટના સૌરાષ્ટ્રના જામનગરની છે જેમાં બે મિત્રોને ગંભીર અકસ્માત નડયો હતો અને બંનેના કરુણ મોત થયા હતા. બન્ને યુવકોના પરિવારજનોએ અંતિમ યાત્રા વખતે ગીતો વગાડી બંનેને વિદાય આપી હતી. પરિવારજનોએ ડીજેના તાલે ગીતો વગાડી આ બંને મિત્રોને વાજતે ગાજતે અંતિમ વિદાય આપી હતી. આ દ્રશ્ય જોઈને દરેકને આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતા.
જામનગરમાં ન્યુ સ્કૂલ પાસે વસવાટ કરતા વિનય ધીરજલાલ પંચોલી અને તેના જીગર જાન દોસ્ત કેતન ઓના નું માર્ગ અકસ્માતમાં કમાટી ભર્યુ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર એક દિવસ પહેલા અમદાવાદ રાજકોટ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને મિત્રો ના કરુણ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે હોસ્પિટલ જવાનો પણ સમય નહોતો અને ઘટના સ્થળે જ બંનેના મોત થયા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમની તો પગ તળેથી જમીન જ સરકી ગઈ હતી.
ત્યારબાદ બંને મિત્રો ના મૃતદેહ જામનગર લઈ જવામાં આવ્યા હતા અને તેમને ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. જામનગરના ન્યુ સ્કૂલ પાસેથી વિનયની અંતિમ યાત્રા કાઢી હતી અને આગળ ગોવાળ મસ્જીદ પાસે આવીને ઊભી હતી ત્યારે બીજા મિત્ર ઓજાના ડેલા વિસ્તાર માંથી સમશાન યાત્રા નીકળી હતી અને બંને એક સાથે જોડાયા હતા.
બંને જીગરજાન દોસ્તો ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને બંનેના અંતિમ રથની આગળ ડીજે મૂકવામાં આવ્યું હતું. મૃતકના મિત્રોએ પરિવારજનોને સહમતિથી આ બંને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી સ્વરૂપે વાજતે ગાજતે અંતિમ વિદાય આપી હતી. મળતી માહિતી અનુસાર આ અંતિમયાત્રામાં કોઈ ફિલ્મી ગીતો નહીં પરંતુ મિત્રતા ને લઈને ગીતો વગાડવામાં આવ્યા હતા.
જામનગરના આદર્શ સમાજ બંને મિત્રો ની અર્થી પાસપાસે જ ગોઠવી હતી. ડીજેના તાલે ઝૂમી રહેલી આ અંતિમ યાત્રા આશરે નવ વાગે સ્મશાનમાં પહોંચી હતી ત્યારબાદ બંને મિત્રોને એકસાથે અગ્નિદાહ આપ્યો હતો. આ તમામ દ્રશ્યો જોનારાની આંખો માં પાણી ભરેલું હતું અને દિલમાં યાદો.
મળતી માહિતી અનુસાર વિનય ધીરજલાલ પંચોલી ધંધાકીય કાર્ય માટે વિદેશ ગયો હતો અને ત્રણ દિવસ પહેલા જ વતન પાછો ફર્યો હતો. જેને લઇને તેના જીગર જાન દોસ્ત કેતન, કૃણાલ અને રવિ સહિત કુલ ચાર મિત્રો કાર લઈને વિનયને મુંબઈ તેડવા ગયા હતા. જ્યારે વિનય લઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાયલા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બંને પાક્કા મિત્રોનું કમાટી ભર્યુ મોત થયું હતું.