આણંદ પાસે રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- પતિની નજર સામે જ પત્ની અને બે દીકારીઓના મોત

187
Published on: 11:04 am, Sun, 11 September 22

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. તેમાં લોકો પોતાની જીવ ગુમાવે છે તો કેટલા લોકો જીવનભર માટે ખાટલાંમાં રહી જાય છે. ત્યારે ઘણાં પરિવારો પણ અકસ્માતના કારણે વિખેરાઈ જાય છે. રક્ષાબંધનના દિવસે વિપુલભાઈ મિસ્ત્રીનો આખો પરિવાર તેમના ભાઈને રાખડી બાંધીને ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે આ પરિવારના લોકો આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે પહોંચ્યા અને અચાનક જ માર્ગ અકસ્માત સર્જાયો.

અચાનક જ રસ્તામાં પોતાની કારથી રિક્ષા અને બાઇકને ટક્કર થઇ ત્યારે ગોઝારો અકસ્માત સર્જાઈ ગયો, આ અકસ્માતમાં વિપુલભાઈ મિસ્ત્રીનાં પત્ની વીણાબેન, દીકરીઓ જાનવી અને જિયાનું ઘટનાસ્થળે જ મોત થયાં. વીણાબેન તેમના ભાઈને રાખડી બાંધીને બે દીકરીઓ સાથે ઘરે પરત આવી રહ્યા હતા,

અને અચાનક જ આ અકસ્માત સર્જાઈ જતા આખા પરિવારમાં દુઃખના પહાડો તૂટી પડ્યા હતાં અને દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું. આ અકસ્માતમાં વિપુલભાઈના આખા પરિવારનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું. વિપુલભાઈના પરિવારમાં એક સાથે ત્રણ-ત્રણ લોકોની અંતિમ યાત્રા નીકળી,

તો તે દ્રશ્યો જોઈને આખું સોજીત્રા ગામ હિબકે ચડ્યું હતું અને હાજર બધા લોકોની આંખો પાણીથી ભરાઈ ગઈ હતી, ત્યારબાદ વિપુલભાઈ મિસ્ત્રી એ જણાવતા કહ્યું હતું કે મારે બે દીકરીઓ જાનવી અને જિયા જ હતી અને મારે દીકરો ન હતો, તેથી મોટી દીકરીને IELTSના ક્લાસ કરીને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલવાની હતી પરંતુ માર્ગ અકસ્માત સર્જાતા આખો પરિવાર વેર-વિખેર થઈ ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…